રસપ્રદ / આકાશ અંબાણી પત્ની શ્લોકા અને મોમ-ડેડ સાથે જોવા મળ્યો, ઈશા અંબાણી આવી પતિ વગર

akash ambani dinner date with wife, mom, father and sister

divyabhaskar.com

Apr 02, 2019, 06:47 PM IST

મુંબઈઃ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીએ નાનપણની મિત્ર શ્લોકા મહેતા સાથે નવ માર્ચના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં સ્વિટ્ઝરલેન્ડમાં ભવ્ય પાર્ટી આપવામાં આવી હતી. લગ્ન બાદ પહેલી જ વાર શ્લોકા મહેતા પતિ તથા સાસુ-સસરા સાથે જોવા મળી હતી.

ફેમિલી ફ્રેન્ડ સાથે અંબાણી પરિવારઃ
પહેલી એપ્રિલના રોજ આકાશ અંબાણી પત્ની શ્લોકા મહેતા, પિતા મુકેશ અંબાણી, માતા નીતા અંબાણી, બહેન ઈશા તથા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે તાજ મહલ હોટલની વસાબી રેસ્ટોરન્ટરમાં ડિનર માટે ગયા હતાં. અંબાણી પરિવાર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. શ્લોકા મહેતા લગ્ન બાદ પહેલી જ વાર જોવા મળી હતી. શ્લોકા તથા આકાશ મેચિંગ કલરના આઉટફિટમાં જોવા મળ્યાં હતાં

કોણ છે શ્લોકા મહેતાઃ

શ્લોકા મહેતાના પિતા વિશ્વની નંબર વન ડાયમંડ કંપની રોજી બ્લૂના માલિક છે. આટલું જ નહીં તેઓ નિરવ મોદીના સંબંધી પણ છે. ડાયમંડ કિંગ રસેલ મહેતા તથા મોના મહેતાને ત્રણ સંતાનો છે. જેમાં શ્લોકા સૌથી નાની છે. 2009માં શ્લોકાએ નીતા અંબાણીની ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આકાશ અંબાણી, શ્લોકાને નાનપણથી જ પસંદ કરતો હતો. બંનેની મુલાકાત ધીરૂભાઈ અંબાણી સ્કૂલમાં થઈ હતી. ત્યારબાદ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં શ્લોકાએ માનવ શાસ્ત્રમાં અભ્યાસ કર્યો હતો. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં લોમાં માસ્ટર્સ ડિગ્રી લીધી હતી.

2014માં સંભાળ્યું કંપનીનું પદઃ
લંડનથી આવ્યા બાદ શ્લોકાએ 2014માં રોજી બ્લૂ ફાઉન્ડેશનનું ડિરેક્ટર પદ સંભાળ્યું હતું. આ સિવાય શ્લોકા કનેક્ટફોર નામની સંસ્થાની કો-ફાઉન્ડર પણ છે. શ્લોકાની આ સંસ્થા તમામ એનજીઓને મદદ કરવા માટે કામ કરે છે. ગયા વર્ષે 30 જૂનના રોજ આકાશ અંબાણી તથા શ્લોકા મહેતાની સગાઈ થઈ હતી.

X
akash ambani dinner date with wife, mom, father and sister
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી