રસપ્રદ / આકાશ અંબાણીના લગ્નમાં માત્ર ડેકોરેશન જ લૅવિશ નહોતું મીઠાઈઓ પણ હતી એકદમ Lavish

chef Shaheen Peerbhai made a desserts in ambani wedding

divyabhaskar.com

Mar 17, 2019, 05:41 PM IST

મુંબઈઃ આકાશ અંબાણી તથા શ્લોકા મહેતાના ડ્રિમી વેડિંગ નવ માર્ચના રોજ મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયા હતાં. આ લૅવિશ વેડિંગ તથા રિસેપ્શનની અવ-નવી વાતો સામે આવે છે. વેડિંગ આઉટફિટ્સથી લઈ ગ્રાન્ડ ડેકોરેશન સહિત તમામમાં મુકેશ તથા નીતા અંબાણીએ ખાસ ધ્યાન રાખ્યું હતું. હાલમાં જ દીકરાના લગ્નમાં ડેઝર્ટ પણ મોંમાં પાણી આવી જાય તેવું હતું.

આ શૅફે બનાવ્યું ડેઝર્ટઃ
શૅફ શાહિન પીરભાઈએ લગ્ન તથા વેડિંગ પાર્ટીમાં ડેઝર્ટ બનાવ્યું હતું. શાહિને સોશ્યિલ મીડિયામાં ડેઝર્ટની તસવીરો પણ શૅર કરીને ઈશા અંબાણીના સાસુ ડો. સ્વાતી પીરામલનો આભાર માન્યો છે. ડેઝર્ટમાં વિવિધ જાતના કૂકીઝ, પેસ્ટ્રી વગેરે હતાં.

જમાઈ આનંદના લગ્નમાં પણ હતી શાહિનઃ
અજય તથા સ્વાતિ પીરામલના દીકરા આનંદના લગ્નની કંકોત્રી સાથે સ્પેશ્યિલ ડેઝર્ટ આપવામાં આવ્યું હતું. આ ડેઝર્ટ શાહિને જ બનાવ્યું હતું.

લગ્નમાં હતું ખાસ ભોજનઃ
ડેકોરેશન સિવાય ફૂડ પણ ખાસ હતું. રણવિર સિંહ તથા દીપિકા પાદુકોણે લેક કોમોમાં પોતાના લગ્નમાં જે કેટરર્સ ફૂડલિંકને હાયર કર્યાં છે. ફૂડલિંક કેટરર્સના જણાવ્યા પ્રમાણે, લગ્ન તથા બે રિસેપ્શનમાં તેમની ફૂડ કંપની જ ભોજન બનાવવાની છે. દીપિકા તથા રણવિરના લગ્નમાં સિંધી તથા કોંકણી ફૂડ સર્વ કરવામાં આવ્યું હતું. આકાશ અંબાણી તથા શ્લોકા મહેતાના લગ્નમાં ઓથેન્ટિક ગુજરાતી ફૂડ સર્વ કરવામાં આવ્યું. ખાંડવી, વિવિધ પ્રકારના ઢોકળા, ઉંધિયું, બારડોલીની ખિચડી, દાળઢોકળી, હાંડવો, ગુજરાતી કઢી સહિત વિશ્વભરની વાનગી પણ સર્વ કરવામાં આવી. જેમાં થાઈ, કોન્ટિનેન્ટલ, ઓરિએન્ટલ ફૂડ પણ આપવામાં આવ્યા.

X
chef Shaheen Peerbhai made a desserts in ambani wedding
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી