• Gujarati News
  • National
  • દીકરાની સગાઈની પાર્ટીમાં નીતા અંબાણીનો જોવા મળ્યો ઠસ્સો, INSIDE Photos From Akash Ambani And Shloka Mehta’s Engagement Ceremony

દીકરાની સગાઈની પાર્ટીમાં નીતા અંબાણીનો જોવા મળ્યો ઠસ્સો, પાર્ટીમાં સામેલ થયાં બોલિવૂડ સેલેબ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇઃ નીતા અને મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની સગાઈની પાર્ટી 28 જૂનના રોજ મુંબઈમાં એન્ટેલિયામાં યોજાઈ હતી. માર્ચ મહિનામાં ગોવામાં આકાશ અંબાણીએ પરિવારની હાજરીમાં શ્લોકા મહેતાને પ્રપોઝ કરી હતી. ગોવાથી પરત ફર્યા બાદ અંબાણી પરિવારે કપલ માટે સગાઇનું પ્રી-સેલિબ્રેશન પણ આયોજિત કર્યું હતું. આ પાર્ટીમાં રણબીર કપૂર, શાહરૂખ ખાન, આમીર ખાન અને કરણ જોહર સામેલ થયાં હતાં.

28 જુલાઈના રોજ પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની મુંબઈમાં એન્ટેલિયામાં યોજાઈ ગઈ. આ પાર્ટીમાં સાંજના પાંચ વાગ્યાથી મહેમાનો આવવાની શરૂઆત થઈ હતી. રણબીર કપૂર રોહિત બાલના આઉટફિટમાં હતો અને આલિયા ભટ્ટ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી. કરણ જોહર પણ આ પાર્ટીમાં સામેલ થયો હતો.

 

આ વાંચવાનું ભુલશો નહીંઃ-એન્ટેલિયામાં યોજાઈ આકાશ તથા શ્લોકાની પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટી, પ્રિયંકા આવી નિક સાથે

 

શાહરૂખ ખાન અને ગૌરી ખાન પણ તેમના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગતાં હતાં. શાહરૂખ ખાને કસ્ટમ સ્યુટ પહેર્યો હતો, જ્યારે ગૌરી ખાન ફાલગુની અને શેન પીકોક ડ્રેસમાં જોવા મળી હતી.

 

પ્રિયંકા ચોપરા પોતાના ચર્ચિત બોયફ્રેન્ડ નીક જ્હોન સાથે પહોંચી હતી. તે અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરેલી સાડીમાં ખૂબ જ મોહક લાગતી હતી. ઇશા અંબાણી અને શ્લોકા મહેતા પણ અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરેલાં ચળિયા-ચોળીમાં અદભૂત લાગી રહ્યા હતાં.

 

આ સેરેમનીમાં આલિયા ભટ્ટે કરણ જોહર અને બ્રહ્મસુત્રાના ડાયરેક્ટર આયાન મુખર્જી સાથે સેલ્ફી શેર કરી હતી જેમાં તેણે “With my main men” કેપ્શન આપ્યું હતું.

 

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એકસાથે અભ્યાસ કર્યો છે. બંને પરિવાર એકબીજાને ઘણાં લાંબા સમયથી ઓળખે પણ છે. શ્લોકા રોઝી બ્યૂ ડાયમંડના માલિક ડાયમંડ કિંગ રસેલ મહેતાની દીકરી છે. શ્લોકા અને આકાશના લગ્ન મુંબઇની ફાઇવ સ્ટાર હોટલમાં ડિસેમ્બરમાં યોજાશે.