વિનર / એક જવાબે અજય દેવગણને કોફી વિથ કરણમાં જીતાડી 55 લાખની ઓડી કાર

Ajay Devgn wins an Audi for the Answer Of The Season on Koffee With Karan 6

  • જજ પેનલમાં મલાઇકા અરોરા, કિરણ ખેર, મલ્લિકા દુઆ અને વીર દાસ હતા.

divyabhaskar.com

Feb 08, 2019, 03:07 PM IST

બોલિવૂડ ડેસ્ક: કોફી વિથ કરણ ચેટ શોની છઠ્ઠી સીઝનમાં આન્સર ઓફ ધ સીઝનને audi a5 sportback કાર મળવાની છે. આ કાર એક અંગ્રેજી સમાચાર વેબસાઈટના જણાવ્યા મુજબ, આ કાર અજય દેવગણને મળી છે. સીઝનના તમામ એપિસોડના મહેમાનોમાંથી રેપિડ ફાયર રાઉન્ડમાં જેણે બેસ્ટ આન્સર આપ્યો હશે એને આ કાર મળવાની હતી. આ રેસમાં આમિર ખાન પણ સામેલ હતો, પરંતુ અંતે અજય દેવગણે 55.40 લાખ રૂપિયાની ઓડી કાર જીતી લીધી. જજ પેનલમાં મલાઇકા અરોરા, કિરણ ખેર, મલ્લિકા દુઆ અને વીર દાસ હતા. તેમને આન્સર ઓફ ધ સીઝનનો વિજેતા પસંદ કર્યો.

55 લાખ રૂપિયાનો જવાબ
અજય દેવગણ અને કાજોલ શોમાં સાથે આવ્યા હતા. કરણે અજયને સવાલ કર્યો હતો કે, એક અંધશ્રદ્ધા જેમાં વિશ્વાસ કરીને તને ગિલ્ટી ફીલ થતું હોય. અજયે જવાબ આપ્યો કે, હું માનતો હતો કે તારી બધી ફિલ્મ જે K થી શરૂ થાય છે એ ચાલે જ છે, જ્યાં સુધી આપણે કાલ ફિલ્મ કરી ત્યાં સુધી.

X
Ajay Devgn wins an Audi for the Answer Of The Season on Koffee With Karan 6
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી