તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તનુશ્રી-નાના વિવાદ બાદ અન્ય એક એક્ટ્રેસે ખોલ્યું બોલિવૂડનું રહસ્ય, સાત-સાત કલાક સુધી બિકીની પહેરવા પર કરી હતી મજબૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ તનુશ્રી દત્તાએ થોડા સમય પહેલાં જ એક ઈન્ટરવ્યૂમાં નાના પાટેકર પર સેક્સ્યૂઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો બાદ બોલિવૂડમાં બે ભાગ પડી ગયા છે. કેટલાંક લોકો તનુશ્રીને સપોર્ટ કરી રહ્યા છે, તો કેટલાંક સેલેબ્સ તનુશ્રી-નાના વિવાદ પર કંઈ જ બોલવા તૈયાર નથી. તનુશ્રી બાદ હવે એક્ટ્રેસ સપના પબ્બીએ સોશ્યિલ મીડિયામાં પોતાના સાથે થયેલી ઘટનાની વાત કરી છે.


સોશ્યિલ મીડિયામાં તનુશ્રીને સપોર્ટ કરીને કહી આ વાતઃ
સોશ્યિલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં સપનાએ લાંબી પોસ્ટ લખી છે અને કહ્યું છે, #ibelievetanushreedutta #hertoo These are my experiences, my thoughts, my opinions and my feelings. Just sharing 🙏🏼❤️☮️. સપનાએ તનુશ્રીને સપોર્ટ કર્યો હતો અને કહ્યું હતું કે તનુશ્રીને જેવો અનુભવ થયો તેવો જ અનુભવે તેને એક્ટ્રેસ તરીકે અવાર-નવાર થાય છે. સપનાએ કહ્યું હતું કે તમામ મહિલાઓએ આવી કોઈ પણ મહિલા સાથે આવી ઘટના થાય તો તેના સમર્થનમાં આવવું જોઈએ.


સાત-સાત કલાક સુધી પહેરી બિકીનીઃ
સપનાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે કહ્યું હતું, ''મારે ડાન્સ સિક્વન્સ માટે બિકીની પહેરવાની હતી. મારી સ્ટાઈલિસ્ટે મને જણાવ્યું હતું કે મારે સાત કલાકથી પણ વધુ સમય સુધી બિકીની પહેરવાની છે. આટલાં લાંબા સમય સુધી બિકીની પહેરવાને કારણે મને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જો બિકીની કાઢી નાખી હોત તો હું સહજતા ફિલ કરત પરંતુ મને બિકીની પહેરવા માટે ફોર્સ કરવામાં આવ્યો હતો. મારા મેલ પ્રોડ્યુસરનો આ આગ્રહ હતો. મારે તેમની વાત માનવી જ પડે તેમ હતી. મને ડર હતો કે ક્યાંક મને પ્રોડક્શન હાઉસમાંથી બ્લેકલિસ્ટ ના કરી દેવામાં આવે. છાતીમાં દુખાવો થતો હોવાને કારણે અડધી રાત્રે હું જાગી ગઈ હતી. હું આ વાત ક્યારેય નહીં ભૂલું કે અડધી રાત્રે ઓશિકું મોં પર મૂકીને મેં ચીસો પાડી હતી. બીજા દિવસે મારા તબિયત ઠીક નહોતી. આ વાત જ્યારે મેં મારા પ્રોડ્યુસરને કરી તો તેણે સીધું જ એમ કહી દીધું કે તારી સાથે કામ કરવું મુશ્કેલ છે અને તું સેટ પર નખરા બતાવે છે. તેણે એમ કહ્યું કે સપના આ તો માત્ર બ્રા જ છે. હદ તો ત્યારે થઈ જ્યારે મારી સ્ટાઈલિસ્ટને પણ મારી વાત ખોટી લાગે. મેં જ્યારે આ વાતની ફરિયાદ કરી ત્યારે સ્ટાઈલિસ્ટ બાજુમાં ઉભા ઉભા મારી પર હસતી હતી. મને ખ્યાલ છે કે તેને પણ બ્લેકલિસ્ટ કે બૅનનો ડર હોય પરંતુ તે આ રીતે ના હસી હોત તો ના ચાલે? શું તે માત્ર પ્રોડ્યુસરને ઈમ્પ્રેસ કરવા માંગતી હતી? જો તેણે મને સપોર્ટ નહોતો કરવો તો મારી વાતને ઈગ્નોર પણ કરી શકી હોત ને?

 

 

ડિવોર્સ વગર પત્નીથી અલગ રહે છે નાના પાટેકર, જન્મ થતાં જ મોટા દીકરાનું થયું હતું નિધન, બીજા પુત્રને પિતાને કારણે નથી મળતી કોઈ ફિલ્મ