અંબાણી-અમિતાભ બાદ હવે સની લિયોને કરી કેરળના પૂરગ્રસ્તોની મદદ, પતિએ પણ આપ્યો સાથ

divyabhaskar.com

Aug 24, 2018, 02:58 PM IST
sunny leone collect rice and dal for kerala flood people

મુંબઈઃ કેરળમાં આવેલા પૂરને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. કેરળમાં પૂરને કારણે 370થી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે. પૂરગ્રસ્તોની મદદ માટે બોલિવૂડ, સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ જ નહીં પરંતુ તમામ નાના-મોટા લોકો આગળ આવી રહ્યાં છે. હાલમાં જ નીતા અંબાણીએ કેરળના મુખ્યમંત્રી રહાત કોષમાં 21 કરોડનું દાન કર્યું હતું. તો અમિતાભે 51 લાખ રૂપિયા અને શાહરૂખ ખાને 21 લાખનું દાન કર્યું હતું. હવે બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન પણ કેરળના લોકોની મદદે આવી છે. સની લિયોને ફ્રેન્ડ્સ સાથે ભેગા થઈને અનાજ ભેગું કર્યું છે.


સોશ્યિલ મીડિયામાં આપી જાણકારીઃ
સની લિયોને કેરળ પૂરગ્રસ્તો માટે અનાજનું દાન કર્યું છે. સનીએ આ અંગે સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને લખ્યું હતું, 'આજે ડેનિયલ (સનીનો પતિ) અને હું આશા કરીએ છીએ કે 1200 કિલો(1.3 ટન) દાળ અને ચોખાથી કેરળના પૂરગ્રસ્તોમાંથી કેટલાંક લોકોને ભોજન કરાવવામાં સક્ષમ થઈશું. મને ખ્યાલ છે કે આનાથી વધુ જરૂર છે. મારી ઈચ્છા છે કે હું વધુને વધુ મદદ કરી શકું. માનવતા સૌ પહેલાં આવે છે. સનીએ બોલિવૂડ એક્ટર પ્રતિક બબ્બર, સિદ્ધાંત કપૂર તથા સુવેદ લોહિયા સાથે મળીને મુંબઈના જૂહુ આગળ 'બી' ઈવેન્ટ યોજી હતી.


સાડા ત્રણ લાખ લોકો થઈ ચૂક્યા છે બેઘરઃ
ઉલ્લેખનીય છે કે પૂરને કારણે કેરળમાં અત્યાર સુધી 3.55 લાખ લોકો બેઘર થઈ ચૂક્યા છે. 3026 રાહત શિબિરમાં લોકોને આશરો આપવામાં આવ્યો છે. અંદાજે ચાલીસ હજાર એકરની ખેતી પૂરી રીતે બરબાદ થઈ ચૂકી છે. રાજ્યના 134 બ્રિજ તથા 96 કિમી લાંબો રોડ પૂરી રીતે નષ્ટ થઈ ચૂક્યા છે.


પીડિતોને પીરસ્યું ભોજનઃ
ખાલસા ગ્રૂપની સાથે રણદિપે સામાન્ય માણસની જેમ કાઉન્ટર આગળ ઉભા રહીને પીડિતોને ભોજન સર્વ કર્યું હતું અને તેમને શેલ્ટર હોમ સુધી પહોંચાડ્યા હતાં. પેરિસ એેટેક તથા સીરિયાના ખરાબ સમયે પણ ખાલસા એન્ડ ગ્રૂપ ત્યાં ગયું હતું. ગ્રૂપ સાથે લોકોની મદદ કરતી રણદિપ હુડ્ડાની તસવીરો સોશ્યિલ મીડિયામાં વાયરલ બની છે. રણદિપની તસવીરો જોઈને સોશ્યિલ મીડિયા યુઝર્સે તેને રિયલ હીરો કહ્યો છે.

કયા સ્ટારે કેટલી કરી મદદઃ

સ્ટાર આટલા રૂપિયા કર્યું દાન
સુશાંત સિંહ રાજપૂત 1 કરોડ
અમિતાભ બચ્ચન 51 લાખ
શાહરૂખ ખાન 21 લાખ
ચિરંજીવી 25 લાખ
રામચરણ તેજા 25 લાખ
કમલ હસન 25 લાખ
અલ્લુ અર્જુન 25 લાખ
પ્રભાસ 25 લાખ
સૂર્યા 25 લાખ
મોહનલાલ 25 લાખ
વિજય સેતુપતિ 25 લાખ
રજનીકાંત 15 લાખ
ધનુષ 15 લાખ
કાર્તિક 15 લાખ
મામૂટી 15 લાખ
દુલકીર સલમાન 10 લાખ
વિશાલ શિવકાર્તિકેયન 10 લાખ
વિજય 5 લાખ
જેક્લીન 5 લાખ
અનુપમા પરમેશ્વરન 1 લાખ

સની લિયોને કરી ટ્વિટઃ

વાંચવાનું ચૂકશો નહીં: સુનિલ શેટ્ટી નથી ખાતો ઘઉં, મેંગ્લોરથી મંગાવે છે બ્રાઉન રાઈસ, માત્ર 28 ઈંચની છે કમર

X
sunny leone collect rice and dal for kerala flood people
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી