પિતાપ્રેમ / આમિર ખાન અને દીકરી ઈરાની તસવીરોએ ફરીથી ચકચાર જગાવી, ઈરાના દેખાવની રોહિત શર્માની પત્ની રિતિકા સાથે પણ સરખામણી થઈ

DivyaBhaskar.com

Jan 08, 2019, 12:28 PM IST
Aamir khan met his daughter Ira

મુંબઈઃ આમિર ખાન એક રોસ્ટરાં લોન્ચની ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. આ સમયે તેની દીકરી ઈરા પણ સાથે હતી. ઈવેન્ટમાં પિતા-પુત્રીનું સ્પેશિયલ બોન્ડિંગ જોવા મળ્યું હતું. અહીં આમિર દીકરીને ગળે મળતો અને કિસ કરતો જોવા મળ્યો હતો. આ સમયે ઈરા બ્લેક-વ્હાઈટ સ્ટ્રાઈપ્સવાળું ટી-શર્ટ અને વ્હાઈટ કલરનાં શોર્ટ્સમાં જોવા મળી હતી. આમિર-ઈરાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ હતી.

ઈરાની સરખામણી રોહિત શર્માની પત્ની રિતિકા સાથે થઈ
આમિર ખાન અને દીકરી ઈરાની તસવીરો સતત ચર્ચાનો વિષય બનતી રહે છે. ગયા વર્ષે પણ આમિરની આવી જ તસવીરોએ ચર્ચા જગાવી હતી. આ વખતે આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાં જ અમુક યુઝર્સે ઈરાની સરખામણી ક્રિકેટર રોહિત શર્માની પત્ની રિતિકા સાથે કરી, તો અમુક યુઝર્સ ગલીચ સરખામણીઓ પર પણ ઊતરી આવ્યા હતા.

યુઝર્સે કોમેન્ટ કરી હતી કે, ઈરા તો રિતિકાની બહેન લાગી રહી છે. આ સાથે જ અમુક યુઝરે પિતા-પુત્રીના આ સ્પેશિયલ બોન્ડિંગ પર ગંદી કોમેન્ટ્સ પણ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, ‘આને દીકરી માને છે કે નહીં, કારણ કે દીકરીની ઉંમરની તો આની ગર્લફ્રેન્ડ છે.’

અન્ય એક યુઝરે વણમાગી સલાહ આપી હતી કે, ‘પિતા-પુત્રીના સંબંધની એક મર્યાદા હોય છે. તેનું યોગ્ય રીતે પાલન કરો.’

ઈરા આમિર અને પ્રથમ પત્ની રીનાની દીકરી છે
આમિર ખાને બે લગ્ન કર્યાં છે. તેની પ્રથમ પત્ની રીના દત્તાથી છે દીકરી ઈરા. ઈરા હાલ અભ્યાસ કરી રહી છે. તેનો એક મોટો ભાઈ જુનૈદ ખાન પણ છે. જુનૈદ પિતા આમિરને ફિલ્મ મેકિંગમાં આસિસ્ટ કરે છે.

ઈરા અને જુનૈદ પિતા આમિરની સાથે નહીં પરંતુ માતા રીના સાથે રહે છે. આમિર બીજી પત્ની અને દીકરા આઝાદ સાથે રહે છે.

સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરી રહ્યો છે આમિર ખાન
આમિર ખાન હાલ પોતાના અપકમિંગ પ્રોજેક્ટ માટે સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરી રહ્યો છે. તેણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘હાલ તો હું ઘણાં બધાં કામમાં વ્યસ્ત છું, પરંતુ પોતાની નવી ફિલ્મ માટે સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરી રહ્યો છું. હું ફરીવાર યોગ્ય શેપમાં આવવા માગું છું. જોકે આમિરે પોતાની અપકમિંગ ફિલ્મનું નામ જણાવવાનો ઈન્કાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, 2018માં આવેલી આમિરની ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ ફ્લોપ રહી હતી. એ પછી આમિર પર એક હિટ ફિલ્મ આપવાનું પ્રેશર વધી ગયું છે.

X
Aamir khan met his daughter Ira
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી