વિવાદ / એ આર રહેમાનની દીકરી ખતીજાએ બુરખો પહેરતાં વિવાદ, પિતા રહેમાને ફ્રીડમ ટુ ચૂઝ ગણાવી સપોર્ટ કર્યો

DivyaBhaskar.com | Updated - Feb 08, 2019, 09:23 PM
એ. આર. રહેમાને નીતા અંબાણી સાથે
એ. આર. રહેમાને નીતા અંબાણી સાથે

  • એ. આર. રહેમાને બુરખો પહેરીને સ્ટેજ પર આવતાં વિવાદ સર્જાયો
  • રહેમાને અને દીકરી ખતીજાએ આને વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો કહ્યો
  • ટીકાકારોઓ રહેમાન પર સંતાનોને રૂઢિચુસ્તતા તરફ ધકેલવાનો આક્ષેપ કર્યો


બોલિવૂડ ડેસ્કઃ ઓસ્કર વિનર મ્યુઝિક ડિરેક્ટર એ. આર. રહેમાન છેલ્લા બે દિવસથી અલગ જ પ્રકારના વિવાદનો સામનો કરી રહ્યા છે. બન્યું એવું કે ગુરુવારે રહેમાનને ઓસ્કર અવોર્ડ અપાવનારી ફિલ્મ ‘સ્લમડોગ મિલ્યનેર’નાં દસ વર્ષ પૂર્ણ થવાનો કાર્યક્રમ હતો. ‘સેલિબ્રેટિંગ ધ મ્યુઝિકલ જર્ની ઓફ સ્લમડોગ મિલ્યનેર’ નામના આ કાર્યક્રમમાં રહેમાનની દીકરી ખતીજા પણ સ્ટેજ પર આવી હતી. રહેમાને પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર અકાઉન્ટ્સ પર આ પ્રસંગનો એક ફોટોગ્રાફ શેર કર્યો હતો. તેમાં એની પત્ની સાયરા અને દીકરીઓ રહીમા અને ખતીજા નીતા અંબાણી સાથે ઊભાં હતાં. ઈન્ટરેસ્ટિંગ વાત એ હતી કે રહેમાનની પત્ની સાયરા અને મોટી દીકરી રહીમા નોર્મલ વસ્ત્રોમાં ખુલ્લા ચહેરે ઊભાં હતાં, પરંતુ એની નાની દીકરી ખતીજા પરંપરાગત મુસ્લિમ બુરખામાં મોં ઢાંકીને ઊભી હતી. વળી, રહેમાને તે ફોટો સાથે ‘ફ્રીડમ ટુ ચૂઝ’ નામનો હેશટેગ પણ મૂક્યો. બસ, પત્યું. તરત જ રહેમાન પર ટ્રોલિંગનાં માછલાં ધોવાવાં માંડ્યાં. યુઝર્સે રહેમાન પર રિગ્રેસિવ-પછાત મેન્ટાલિટીનો પ્રચાર કરવાનો આક્ષેપ લગાવ્યો.

The precious ladies of my family ..Khatija ,Raheema and Sairaa with NitaAmbaniji #freedomtochoose

A post shared by @ arrahman on Feb 6, 2019 at 11:03am PST

ખુદ રહેમાન-પુત્રીએ સામો જવાબ આપ્યો
પોતાના પિતા પર થઈ રહેલા આક્ષેપોનો જવાબ ખતીજાએ જ સોશિયલ મીડિયા પર આપતાં લખ્યું કે, ‘મને બુરખામાં જોઈને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે મારા પિતા ડબલ સ્ટાન્ડર્ડ્સ રાખે છે અને પછાત માનસિકતા મારા પર થોંપી રહ્યા છે. એ લોકોને હું કહેવા માગું છું કે મારી લાઈફની તમામ પસંદગીઓ હું જ કરું છું અને મારાં માતાપિતા તેમાં કોઈ જ હસ્તક્ષેપ કરતાં નથી. બુરખો પહેરવો એ પણ મારી પોતાની જ પસંદગી હતી અને હું તે પૂરેપૂરાં આદર અને સ્વીકૃતિ સાથે જ પહેરું છું. હું એક પરિપક્વ પુખ્ત વ્યક્તિ છું અને મારી લાઈફમાં મારે શું પસંદ કરવું તેની મને બરાબર ખબર પડે છે. કોઈપણ વ્યક્તિએ પોતે શું પહેરવું અને શું ન પહેરવું તેની પસંદગી એણે પોતે જ કરવાની હોય. એટલે એક્ઝેક્ટ સિચ્યુએશન સમજ્યા વિના મહેરબાની કરીને કોઈ જજમેન્ટ પાસ કરશો નહીં.’

રહેમાને જવાબરૂપે બીજો ફોટો શેર કર્યો
જાણે ટ્રોલર્સના બળ્યા પર ડામ દેતો હોય તેમ શુક્રવારે રહેમાને વધુ એક ફોટો શેર કર્યો. આ તસવીરમાં રહેમાનનાં ત્રણેય સંતાન એટલે કે દીકરીઓ રહીમા અને ખતીજા તથા દીકરો આમીન દેખાય છે. ‘હેલ્લો’ નામના લાઈફસ્ટાઈલ મેગેઝિન માટે કરાયેલા ફોટોશૂટનો આ ફોટોગ્રાફ હતો. તેમાં પણ ખુરશીમાં બેઠેલી ખતીજાએ બુરખો પહેર્યો છે.

X
એ. આર. રહેમાને નીતા અંબાણી સાથે એ. આર. રહેમાને નીતા અંબાણી સાથે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App