તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 1995નો રેર વીડિયો, જેલમુક્તિ બાદ માતોશ્રી પહોંચેલો સંજય દત્ત બાલ ઠાકરે સામે રડી પડ્યો | 1995 Sanjay Dutt Rare Video With

1995નો રેર વીડિયો, જેલમુક્તિ બાદ માતોશ્રી પહોંચેલો સંજય દત્ત બાલ ઠાકરે સામે રડી પડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજય દત્તની બાયોપિક સંજૂ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સંજય દત્તના ડ્રગ એડિક્શન ઉપરાંત 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં તેનું નામ આવવાની સ્ટોરી બતાવવામાં આવી છે. 12 માર્ચ 1993ની દિવસે થયેલા આ બોમ્બ બ્લાસ્ટના લગભગ એક મહીના પછી 19 એપ્રિલ, 1993ના રોજ મૉરિશિયસથી મુંબઈ પાછા ફરેલા સંજય દત્તને એરપોર્ટથી ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાનાં આરોપમાં ધરપક્ડ કરવામાં આવી હતી. જે પછી શિવસેનાના ચીફ બાલ ઠાકરેએ સુનીલ દત્તની રિક્વેસ્ટ પર સંજય દત્તની મદદ કરી હતી અને તેને જામીન પર જેલની બહાર લાવવામાં આવ્યો. 16 ઓક્ટોબર 1995ના દિવસે જેલમાંથી બહાર આવ્યાં પછી સંજય દત્ત પિતા સુનીલ દત્ત અને મિત્ર શત્રુધ્ન સિન્હાની સાથે ઠાકરેને મળવા પહોંચ્યો હતો. આ મુલાકાત દરમિયાન સંજય દત્ત બાલા સાહેબ સામે રડી પડ્યો હતો.