અલવિદા શ્રીદેવીઃ યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ કરેંગે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીદેવી નથી રહી, ખરેખર?

 

ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, રવિવારની સવાર આવા જ એક મનહૂસ સમાચાર સાથે પડી. ન્યુઝ બ્રેક થયા કે શ્રીદેવીનું અવસાન થયું છે. વ્હોટ? શ્રીદેવી? કોઇએ ફરી પાછી ગંદી અફવા ફેલાવી છે કે શું? પણ ના, કમનસીબે ન્યુઝ સાચા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રી દુબઈમાં કોઈ લગ્ન સમારંભમાં સામેલ થવા ગયેલી. પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ સાથે હતાં. રાત્રે અગિયાર-સાડા અગિયારે શ્રીને કાર્ડિયાક અરેસ્ટનો તીવ્ર અટૅક આવ્યો અને એ બાથરૂમમાં જ ફસડાઈ પડી. શી વૉઝ ઑન્લી 54! પોતાના પસંદીદા સ્ટાર્સ કોઇપણ ઉંમરે આ દુનિયામાંથી વિદાય લે તે એમના ચાહકો માટે આકરું જ હોય છે, પણ 54 વર્ષની ઉંમર તો કોઈ કાળે જવાની ઉંમર નથી. ડિયર ગૉડ, યે એક્સેપ્ટેબલ નહીં હૈ!

 

આગળની સ્લાઈડમાં વાંચો શ્રીદેવીને લગતી વધુ કેટલીક રોચક માહિતીઓ

અન્ય સમાચારો પણ છે...