કેન્સર / રાકેશ રોશનને ગળાનું કેન્સર, સોશિયલ મીડિયા પર હ્રિતિકે માહિતી આપી

divyabhaskar.com

Jan 08, 2019, 01:32 PM IST
હ્રિતિક રોશને ઈન્સટાગ્રામ પર શેર કર્યો ફોટો
હ્રિતિક રોશને ઈન્સટાગ્રામ પર શેર કર્યો ફોટો
Rakesh Roshan diagnosed cancer Hrithik Roshan revealed in his social media
ઈરફાન ગયા વર્ષે માર્ચ મહિનાથી જ લંડનમાં તેની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. (ફાઈલ ફોટો)
ઈરફાન ગયા વર્ષે માર્ચ મહિનાથી જ લંડનમાં તેની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. (ફાઈલ ફોટો)
સોનાલી બેન્દ્રે ન્યૂયોર્કમાં સાત મહિના ઈલાજ કરાવીને મુંબઈ પરત આવી ગઈ
સોનાલી બેન્દ્રે ન્યૂયોર્કમાં સાત મહિના ઈલાજ કરાવીને મુંબઈ પરત આવી ગઈ

હ્રિતિક રોશને ટ્વિટ કર્યું છે કે, રાકેશ રોશનને થોડા સપ્તાહ પહેલાં જ  ગળામાં વધતાં સેલ્સનું કેન્સર પહેલા સ્ટેજ પર હોવાનું જાણવા મળ્યું છે

મુંબઈ: ફિલ્મ ડિરેક્ટર રાકેશ રોશનને ગળાનું કેન્સર હોવાની માહિતી આજે સવારે અભિનેતા હ્રિતિક રોશને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. હ્રિતિક રોશને ટ્વિટર પર ખુલાસો કર્યો છે કે પાપા રાકેશ રોશનને થોડા સમય સપ્તાહ પહેલાં જ ગળાનું કેન્સર હોવાનો ખુલાસો થયો છે. આ કેન્સરમાં ગળામાં અબનોર્મલ સેલ્સનો ગ્રોથ વધી જાય છે.

હ્રિતિક રોશને પાપા રાકેશ રોશન સાથે જિમમાં વર્ક આઉટ દરમિયાનની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે કે, મેં આજે પાપાને સવારે વર્કઆઉટ કરવા વિશે પૂછ્યું. મને ખબર હતી કે સર્જરી દરમિયાન પણ તેઓ એક્સરસાઈઝ કરવાનું નહીં છોડે. થોડા સપ્તાહ પહેલાં જ તેમના ગળામાં Squamous Cell Carcinoma વિશેની જાણ થઈ છે. હવે તેઓ આ યુદ્ધ લડશે અને અમે તેમની સાથે છીએ. અમે સૌભાગ્યશાળી છીએ કે અમારા પરિવારને તમારા જેવા લીડર મળ્યા છે.

શું છે સ્કેમ્સ સેલ્સ કાર્સિનોમા ઓફ થ્રોટ?


આ ગળાના કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે. આ અસામાન્ય કોશિકાઓને અનિયંત્રિત રૂપથી વધવાને કારણે થાય છે. સામાન્ય રીતે આ 65થી વધુની ઉંમરના લોકોમાં ધુમ્રપાન, શરાબ પીવાથી અને હ્યુમન પેપિલોમાં વાયરસના કારણે થઈ શકે છે. આનાથી દર્દીને શરૂઆતના તબક્કામાં ગળામાં તેજ દર્દ અને ગળફાની ફરિયાદ રહે છે.

બોલિવુડમાં કેન્સરના રોગનો ભરડો

- રાકેશ રોશનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તેઓ ‘ક્રિશ 4’ની તૈયારીઓ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં રાકેશ રોશન ફરી એક વાર તેમના દિકરા હ્રિતિક રોશન સાથે કામ કરી રહ્યા હતા. આ પહેલાં આ સિરીઝની દરેક ફિલ્મ હિટ રહી છે.

- નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં ઈરફાન ખાન ન્યૂરો ઈન્ડોક્રાઈન ટ્યૂમર અને સોનાલી બેન્દ્રેને પણ કેન્સર હોવાની વાતે લોકોને ચોંકાવી દીધા હતા. સોનાલી બેન્દ્રે ન્યૂ યોર્કમાં સાત મહિના ઈલાજ કરાવીને મુંબઈ પરત આવી ગઈ છે. જ્યારે ઈરફાન ગયા વર્ષે માર્ચ મહિનાથી જ લંડનમાં તેની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે.


X
હ્રિતિક રોશને ઈન્સટાગ્રામ પર શેર કર્યો ફોટોહ્રિતિક રોશને ઈન્સટાગ્રામ પર શેર કર્યો ફોટો
Rakesh Roshan diagnosed cancer Hrithik Roshan revealed in his social media
ઈરફાન ગયા વર્ષે માર્ચ મહિનાથી જ લંડનમાં તેની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. (ફાઈલ ફોટો)ઈરફાન ગયા વર્ષે માર્ચ મહિનાથી જ લંડનમાં તેની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. (ફાઈલ ફોટો)
સોનાલી બેન્દ્રે ન્યૂયોર્કમાં સાત મહિના ઈલાજ કરાવીને મુંબઈ પરત આવી ગઈસોનાલી બેન્દ્રે ન્યૂયોર્કમાં સાત મહિના ઈલાજ કરાવીને મુંબઈ પરત આવી ગઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી