સેન્સર પ્રેશર / રિલીઝના એક અઠવાડિયા પહેલાં ઈમરાન હાશમીની ફિલ્મ ‘ચીટ ઈન્ડિયા’ બની ગઈ ‘વ્હાય ચીટ ઈન્ડિયા’

DivyaBhaskar.com

Jan 10, 2019, 12:42 PM IST
cheat india renamed after CBFC took objection

બોલિવૂડ ડેસ્કઃ ભારતીય એજ્યુકેશન સિસ્ટમ પર બનેલી ઈમરાન હાશમીની ફિલ્મ ‘ચીટ ઈન્ડિયા’નું ટાઈટલ છેલ્લી ઘડીએ બદલી નાખવામાં આવ્યું છે. ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન’ (CBFC)એ ટાઈટલ સામે લીધેલા વાંધા પછી ફિલ્મનું ટાઈટલ બદલીને ‘વ્હાટ ચીટ ઈન્ડિયા’ કરી નાખવામાં આવ્યું છે. CBFCએ લીધેલા વાંધા પછી ફિલ્મના મેકર્સ ટી-સિરીઝ ફિલ્મ્સ, એલિપ્સિસ એન્ટરટેનમેન્ટ અને ઈમરાન હાશમી ફિલ્મ્સે એક્ઝામિનિંગ કમિટી અને રિવાઈઝિંગ સાથે મીટિંગ કરી અને એ પછી ફિલ્મને નવા ટાઈટલ સાથે રિલીઝ કરવાનું નક્કી કર્યું. ગુરુવારે આ ફિલ્મનું નવું પોસ્ટર ફરીથી રિલીઝ કરવામાં આવ્યું.

પહેલાં કેમ વાંધો ન લીધો?
મેકર્સે આ વિશે એક સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું કે આ ફિલ્મ છેલ્લા એક વર્ષથી પબ્લિક ડોમેઇનમાં હતી. ઈમ્પોર્ટન્ટ વાત એ છે કે થિયેટરનાં ટીઝર, ટ્રેલર અને ટેલિવિઝન પ્રોમોને પહેલા ટાઈટલ સાથે જ CBFCએ સર્ટિફિકેટ આપી દીધું હતું.

બીજો કોઈ વિકલ્પ નહોતો
મેકર્સના કહેવા પ્રમાણે 18 જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ટાઈમસર રિલીઝ કરવા માટે ફિલ્મને નવા ટાઈટલ સાથે રિલીઝ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. અગાઉ આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ કરવાની હતી. પરંતુ એ દિવસે શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેની બાયોપિક ‘ઠાકરે’ રિલીઝ થઈ રહી હતી, જેને પગલે શિવસેનાએ ધમકી આપી રાખેલી કે આ દિવસે બીજી કોઈ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. એટલે ‘ચીટ ઈન્ડિયા’ની રિલીઝ એક અઠવાડિયું પહેલાં કરી દેવાઈ, જ્યારે એ જ દિવસે આવનારી બીજી ફિલ્મ ‘મણિકર્ણિકા’ની રિલીઝ પાછી ઠેલાઈ.

X
cheat india renamed after CBFC took objection
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી