BigB@76: 5 કિસ્સા જ્યારે ન હાર્યા અમિતાભ, આગમાં તપ્યાં-સોનું બનીને નીકળ્યાં

અમિતાભ બચ્ચન એટલે ઝિંદાદિલીનું બીજું નામ એમ કહેવાય તો પણ અતિશ્યોક્તી નથી.

Divyabhaskar.com | Updated - Oct 11, 2018, 05:55 PM
5 times when Amitabh Bachchan Shines again after the crisis in life

બોલીવુડ ડેસ્કઃ લોકો કહે છે કે અસલી અમિતાભ બચ્ચનને કોઈ નથી જાણતું. એક સમયે તેની અંદર લાવા ઉકળતો હતો. ક્યારેક તેઓ મૌન રહીને પોતાની વાત કરી દેતા હતા. આજે તેઓ સૌથી લોકપ્રિય અને વિન્રમ બુઝુર્ગની જેમ પ્રશંસાઓ વચ્ચે શાનથી સૌથી ઉંચા અભિનેતાની જેમ ઊભાં છે. તેઓ ચોકલેટ, કોલ્ડડ્રિંક, ચ્યવનપ્રાશ, કેશ તેલ, સૂટ કે દીવાલો પર લાગતાં પેન્ટની ભલામણ કરતાં જોવા મળે છે.

અમિતાભ બચ્ચન એટલે ઝિંદાદિલીનું બીજું નામ એમ કહેવાય તો પણ અતિશ્યોક્તી નથી. 27 વર્ષની ઉંમરે બોલીવુડમાં ડગ માંડનારા સદીના આ મહાનાયકે પોતાના કરિયર અને અંગત જીવનમાં અનેક ઉતાર-ચડાવ જોયાં. ક્યારેક જીવન દાંવ પર લાગ્યું તો ક્યારેક સંપત્તિ, પરંતુ જેટલી વાર તેઓ તૂટ્યાં તેટલી જ વખત પૂરી તાકાતથી બીજી વખત ઊભા થયા. આજે પણ બિગ બી દેશ અને દુનિયાના કરોડો લોકોના પ્રિય છે.

દૈનિક ભાસ્કરની પત્રિકા અહા! જિંદગીને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં અમિતાભે કહ્યું હતું-


"હું અંદરોદર મુંજાતો હતો. મેં જ્યારે મારો સૂરજ તેજીથી ચમકતો જોયો, ત્યારે પણ તેના પ્રકાશમાં પોતાનું કામ રોજની જેમ જ કરવાનો સંકલ્પ રાખ્યો હતો કેમકે મને તે વાતનો અહેસાસ હતો કે ખૂબ જ રોશનીદાર સૂરજ પછી સાંજ આવે છે અને પછી રાતનું ગાઢ અંધારુ પણ. તેથી જ હું વિચલિત ન થયો. રાત વિચારવામાં જ પસાર થતી હતી. તે સ્થિતિઓમાં પણ સંયમ બનાવી રાખ્યો. એક ગાઢ શૂન્ય ઘણાં દિવસો સુધી મને ડરાવતો હતો. મિત્રોએ સલાહ આપી કે મોટા-મોટા અમીરોએ પણ આવી સ્થિતિમાં પોતાને દેવાળિયાં જાહેર કર્યાં અને એક એક તણખલું ભેગું કરી પોતાને સંભાળ્યાં છે. તો તું પણ એવું કેમ નથી કરતો? પરંતુ મારી આત્મા એવું કરવાનું કહેતી ન હતી. મેં આ સ્થિતિઓમાં પણ થોડુંક દેવું લીધું અને પરિવારની આવશ્યકતાઓને પૂરી કરી, પરંતુ તે વાતની જાણ પણ ઘરના લોકોને ન થવા દીધી. ટીવીવાળા મારા ઘરની હરાજીના સમાચાર મેળવીને પોતાનો કેમરો લઈને મારા ઘરની બહાર આવી ગયા. ના પાડી તો કેટલાંક લોકો કહેવા લાગ્યા કે તમે અહીંથી ફોટો નહીં લેવા દો તો પડોશની છત પરથી લેશું. મેં મારા ઘર અને આસપાસ સમારકામ કરાવ્યું. મેં ગેટ બદલાવ્યો અને મારા મિત્રોને કહ્યું કે તેઓ પોતાની ગાડીઓ મારા પોર્ટિકોમાં પાર્ક કરે, કે જેથી લોકોને લાગે કે મારી પાસે ગાડિઓનો કાફલો પહેલાંની જેમ જ છે."

આગળ વાંચો અમિતાભ મહાનાયક કઈ રીતે બન્યાં?

5 times when Amitabh Bachchan Shines again after the crisis in life

કુલી દુર્ઘટના પછી નવું જીવન મળ્યું


- અમિતાભ બચ્ચન, 26 જુલાઈ 1982નાં બેંગલુરુમાં કુલીના સેટ પર ઘાયલ થયા હતા. ત્રણ દિવસ ગંભીર ઈજા અને દર્દના ચોથા દિવસે અમિતાભ કોમામાં ચાલ્યા ગયા ત્યારે ડોકટર્સે તેને મુંબઈ શિફ્ટ કર્યાં. તે દિવસે હોસ્પિટલની અંદર અને બહાર લોકો દુઆઓ કરી રહ્યાં હતા, જે કારણે  અમિતાભને બીજી વખત જીવન મળ્યું. ત્યારથી દર વર્ષે અમિતાભ 2 ઓગસ્ટે પોતાનો બીજો જન્મદિવસ મનાવે છે.
- 2 ઓગસ્ટ, 1982, મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલ. અમિતાભ લગભગ મોત સમીપ પહોંચી ગયા હતા. બેંગલુરુથી મુંબઈ  લાવતા સમયે અમિતાભના પેટના ટાંકા ખુલી ગયા અને તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ. બ્રીચ કેન્ડીમાં ડોકટર્સે અમિતાભનું બીજી વખત ઓપરેશન કર્યું. આ ઓપરેશન લગભગ 8 કલાક ચાલ્યું.
- ઓપરેશન વાળા દિવસે બ્રીચ કેન્ડી હોસ્પિટલ રેલવે સ્ટેશન જેવું લાગતું હતું. હોસ્પિટલના સેકન્ડ ફ્લોર પર બનેલાં આઈસીયૂમાં અમિતાભને લાવવામાં આવ્યાં, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હોવાથી ડોકટર્સે લગભગ આશા છોડી દીધી હતી. જયા આઇસીયૂની બહારે ઊભા હતા. ડોકટર નિરાશ થઈને બહાર આવવા લાગ્યાં, ત્યારે જયાને અમિતાભના પગમાં થોડીક હરકત જોવા મળી. જયાએ બૂમો પાડતાં ડોકટર્સને કહ્યું- મેં તેમના પગોને હલતાં જોયા, તમે એક વખત ફરી ચેક કરો. જે બાદ અમિતાભને એક ઈન્જેકશન આપવામાં આવ્યું. ત્યારે જઈને અમિતાભના શ્વાસ પરત ફર્યા અને ધીમે ધીમે તેઓ રિકવર થવા લાગ્યાં. 24 સપ્ટેમ્બરે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં. પરત ફર્યાં બાદ અમિતાભે અનેક સુપરહિટ ફિલ્મો આપી.

5 times when Amitabh Bachchan Shines again after the crisis in life

ABCLએ ડૂબાડ્યાં તો મોહબ્બતે-KBCએ તાર્યાં


- 1996માં અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડની શરૂઆત થઈ. ABCLનું લક્ષ્ય હજાર કરોડની કંપની બનાવવાનું હતું. પરંતુ આ બેનરની પહેલી ફિલ્મ ઘણી ખરાબ રીતે પિટાઈ ગઈ. બાદમાં આવેલી ફિલ્મો પણ કંઈ ખાસ કમાલ ન કરી શકી. કંપનીએ બેંગલુરુમાં થયેલી મિસ ઈન્ડિયા બ્યૂટી કોન્ટેસ્ટની ઈવેન્ટ મેનેજમેન્ટની જવાબદારી લીધી, જેમાં હાઈલી પેડ લોકો રાખવામાં આવ્યાં અને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો. ઈવેન્ટથી કોઈ ખાસ કમાણી ન થઈ, પણ બિગ બી પર દેવું વધી ગયું. તેમની કંપની વિરૂદ્ધ અનેક કાયદાકીય કેસ થયા. બેંકે લોનની વસૂલાત માટે તેમને અનેક નોટિસ મોકલવામાં આવી. બિગ બીને પોતાનો બંગલો પ્રતીક્ષા અને જલસા પણ ગિરવે રાખવું પડ્યું.

- જાન્યુઆરી 2013માં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં અમિતાભે કહ્યું હતું કે, "હું ક્યારેય ન ભૂલી શકું કે કેવી રીતે દેવાદાર મારા દરવાજે આવીને ગાળો અને ધમકીઓ આપીને પોતાના પૈસા માંગતા હતા. તેનાથી પણ ખરાબ એ હતું કે તેઓ અમારા ઘર પ્રતીક્ષાની હરાજી માટે આવી ગયા હતા. આ મારા 44 વર્ષના કેરિયરનો સૌથી ખરાબ દિવસ હતો. તેને મને બેસીને વિચારવા માટે મજબૂર કરી દીધાં. મેં મારા ઓપશન્સ જોયા અને તમામ વાતનું મૂલ્યાંકન કર્યું. જવાબ મળ્યો- હું જાણું છું કે એક્ટિંગ કઈ રીતે થાય છે. જે બાદ હું યશજી (યશ ચોપડા)ની પાસે ગયો, જે મારા ઘરની પાછળ જ રહેતાં હતા. મેં તેમની પાસે કામની ગુહાર લગાવી અને તેઓએ મને મોહબ્બતેમાં સાઈન કર્યો."

- અમિતાભે કહ્યું હતું, "હું કેબીસીના કોન્ટ્રિબ્યૂશનને પણ અવગણી ન શકું. આ તેવા સમયે મારી પાસે આવ્યું જ્યારે મને સૌથી વધુ જરૂર હતી. આ બૂસ્ટર શોટ જેવું હતું. જે પછી તે પર્સનલી હોય કે પ્રોફેશનલી, બંને રીતે તે મારા માટે કેટાલિસ્ટ બનીને આવ્યું. વિશ્વાસ કરો, તેને મારા તમામ પૈસા ચુકવવામાં મારી ઘણી જ મદદ કરી. આ તે રૂણ છે, જે હું કદી ન ભૂલી શકું."

5 times when Amitabh Bachchan Shines again after the crisis in life

રાજકારણમાં ફસાયા અને બાદમાં બધું જ છોડી દીધું


- બચ્ચન પરિવાર અને ગાંધી પરિવાર વચ્ચેની મિત્રતા હરિવંશ રાય બચ્ચન અને જવાહર લાલ નહેરૂના સમયથી ચાલતી હતી. નહેરૂના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન હરિવંશ રાય બચ્ચન વિદેશ મંત્રાલયમાં હિંદી અધિકારી તરીકે કામ કરતા હતા. જે બાદ આ મિત્રતાને અમિતાભે આગળ વધારી. અમિતાભે એક વાર જણાવ્યું હતું કે તેઓ ચાર વર્ષના અને રાજીવ 2 વર્ષના હતા ત્યારથી તેમની મિત્રતા થઈ. અમિતાભના ગાંધી પરિવાર સાથે એવાં સંબંધો હતા કે એક સમયે તેઓને ઈન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર કહેવાતા હતા.

- ઈન્દિરાની હત્યા પછી રાજીવ ગાંધીના કહેવાથી અમિતાભે 1984માં અલ્હાબાદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ભારે બહુમતીથી જીત્યા, પરંતુ ત્રણ વર્ષ બાદ જ સાંસદ તરીકે રાજીનામું આપ્યું. રાજીવની સરકારમાં બોફર્સ કૌભાંડ થયું, જેમાં અમિતાભ અને તેમના ભાઈ અજિતાભનું નામ પણ આવ્યું. આ કારણે અમિતાભે રાજીનામું આપ્યું. જો કે તેના વિરુદ્ધ અમિતાભ બ્રિટનની અદાલતમાં ગયા અને કેસ જીત્યો, પરંતુ આ કૌભાંડના કારણે બંને પરિવાર વચ્ચે દરાર પડી ગઈ.

- 1991માં રાજીવ ગાંધીની હત્યા પછી ગાંધી પરિવારે અનુભવ્યું કે બચ્ચન પરિવારે તેમને મુશ્કેલ સમયમાં એકલા છોડી દીધાં, જ્યારે કે બચ્ચન પરિવારનું કહેવું હતું કે ગાંધી પરિવારે તેઓને રાજકારણમાં લાવીને વચ્ચે જ છોડી દીધાં. કહેવાય એવું પણ છે કે જ્યારે અમિતાભની કંપની ABCL મુશ્કેલ સમયમાં હતી ત્યારે પણ ગાંધી પરિવારે તેમની કોઈજ મદદ કરી ન હતી. આ દરમિયાન અમર સિંહે બચ્ચન પરિવારની મદદ કરી, જે બાદ બચ્ચન પરિવારની નીકટતા સમાજવાદી પાર્ટી સાથે વધવા લાગી અને જયા બચ્ચને સપાની ટિકિટ પરથી ચૂંટણી જીતી. એક વાર અમિતાભે એમ પણ કહ્યું હતું કે, "ગાંધી પરિવાર રાજા છે અને અમે રંક." જોકે બંને પરિવારે આ મુદ્દે ખુલીને ક્યારેય વાત ન કરી.

5 times when Amitabh Bachchan Shines again after the crisis in life

બોફર્સ કૌભાંડ- દર્દના 25 વર્ષ


- અમિતાભ બચ્ચને પોતાના બ્લોગથી બોફર્સ મુદ્દે મૌન તોડ્યું હતું. તેઓએ લખ્યું હતું કે જ્યારે તેમના પર અને તેમના પરિવાર પર બોફર્સ કૌભાંડમાં સામેલ થવાના આરોપ લાગ્યાં હતા તો તેની ઈમેજ પર જ સવાલ ઉઠ્યાં હતા. બિગ બીએ લખ્યું કે નિર્દોષ હોવા છતાં તેમને આ કૌભાંડના દર્દથી બહાર નીકળવામાં 25 વર્ષ લાગી ગયા. અમિતાભે બ્લોગમાં લખ્યું છે, "જ્યારે બોફર્સ કૌભાંડમાં મારા પરિવાર અને મારા પર આરોપ લાગ્યાં તો અમારા જીવનના દરેક પળને કાળી શાહીમાં રંગીને રજૂ કરાયું... 25 વર્ષ પછી પ્રોસિક્યૂટર સત્યને સામે લઈને આવ્યાં. ટેકનિકના સમયમાં આરોપ લગાવા સહેલા છે. લોકો ફેક્ટ્સ ચેક કરવા જ નથી માંગતા. જ્યારે આવી કન્ટ્રોવર્સી તેજીથી ફેલાય છે. તેમાં તમામ આરોપ લગાવવામાં આવે છે. એવા તોફાન ઉઠે છે કે કંઈ જ દેખાતું નથી. એવા આરોપ લગાવવામાં આવે છે કે તમારી ઈમાનદારીનો બેઝ જ ખતમ થઈ જાય છે."

- તેઓએ આગળ લખ્યું કે, "સ્વીડનના વ્હિસલ બ્લોઅરે મને 2012માં ક્લીનચિટ આપી હતી, પરંતુ લાંબા સમય સુધી મને ખોટા અને દગાનો બોજ સહન કરવો પડ્યો. જ્યારે આ વાતનો ખુલાસો થયો તો તેઓએ મારું રિએકશન માંગ્યું. હું શું રિએકશન આપું. કોઈ શું કહે છે, શું 25 વર્ષનું મારું દર્દ ઓછું કરી શકાય છે."

5 times when Amitabh Bachchan Shines again after the crisis in life

આવી રીતે જોડાયું અમિતાભનું નામ


- આ મામલામાં વ્હિસલબ્લોઅર સ્વીડનના એક્સ પોલીસ ચીફ સ્ટેન લિંડસ્ટ્રોમે અમિતાભનું નામ લીધું હતું. લિંડસ્ટ્રોમના જણાવ્યા મુજબ વીપી સિંહ સરકારના સમયે તેમના પર બોફર્સ કૌભાંડમાં અમિતાભનું નામ જોડાવવાનું પ્રેશર બન્યું હતું. સ્ટેનના દાવા મુજબ, તેઓએ આ સ્કેમ સાથે જોડાયેલાં 350થી વધુ ડોક્યૂમેન્ટ્સ ઈન્ડિયન મીડિયાને આપ્યાં હતા.

- આ ડીલમાં ભારત સરકારે સ્વીડિશ કંપની એબી બોફર્સના 155 એમએમની 410 હોવિત્ઝર બોફર્સ તોપ ખરીદી હતી. ગાંધી પરિવારના નજીકના ગણાતાં ઓતાવિયો ક્વાત્રોચી પર આ ડીલમાં બ્રોકરની ભૂમિકા અદા કરવાનો આરોપ લાગ્યો હતો.

5 times when Amitabh Bachchan Shines again after the crisis in life
X
5 times when Amitabh Bachchan Shines again after the crisis in life
5 times when Amitabh Bachchan Shines again after the crisis in life
5 times when Amitabh Bachchan Shines again after the crisis in life
5 times when Amitabh Bachchan Shines again after the crisis in life
5 times when Amitabh Bachchan Shines again after the crisis in life
5 times when Amitabh Bachchan Shines again after the crisis in life
5 times when Amitabh Bachchan Shines again after the crisis in life
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App