• Gujarati News
  • After The Record Breaking Voting In Kashmir Pols, The Terrorists Paste Threatening Posters

કશ્મીરના રેકોર્ડબ્રેક મતદાનથી ડર્યા આતંકવાદીઓ, પોસ્ટરો દ્વારા આપી ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગર: વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો જુસ્સો જોઈને આતંકી સંગઠનને લોકોને ધમકી આપી છે. બુધવારે કશ્મીરના પુલવામા જિલ્લાના ઘણા સ્થળો પર હિજબુલના ધમકીભર્યા પોસ્ટર મૂક્યા છે. જેમાં હિજબુલે લોકોને ચૂંટણીથી દૂર રહેવા કહ્યું છે. જો લોકોએ તેના આ આદેશને ન માન્યો તો તેનું પરિણામ બહુ ગંભીર આવશે. ઉલ્લેખનીય છે કે મંગળવારે લોકોએ રેકોર્ડ બ્રેક મતદાન કર્યું હતું. અલગતાવાદી નેતાઓએ કશ્મીરીઓને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું પણ લોકોએ તેને અવગણીને ઐતિહાતિક મતદાન કર્યું છે.
આ પોસ્ટરોમાં લખ્યું હતું કે આવનારા દિવસોમાં આ તમામ લોકોને નિશાનો બનાવવામાં આવશે. કોઈ મોટા સ્તર હુમલો કરવામાં આવશે.
આ ખબર મળતા પોલીસે પોસ્ટરોને હટાવવાની શરૂઆત કરી છે. અમુક પોસ્ટરોમાં હિજબુલના ચીફ સલાહુદ્દીનની તરફથી ધમકી આપવામાં આવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે કે આ પોસ્ટરો બજારમાં કોના દ્વારા લગાડવામાં આવ્યા છે.