વારાણસી: હવે બેલેટ પેપર નહીં EVMથી ચૂંટણી, 16 મેએ આવી જશે પરિણામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂ દિલ્હી. જે લોકો વારાણસીની લોકસભા ચૂંટણીનાં પરિણામોની રાહ જોઇ રહ્યા છે, તેમના માટે આ સમાચાર રાહત આપશે. વારાણસીમાં કુલ 78 ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમાંથી 34 ઉમેદવારોની ઉમેદવારી કેન્સલ થઈ છે. હવે મેદાનમાં માત્ર 44 ઉમેદવારો જ છે. એટલે હવે વારાણસીમાં પણ ચૂંટણી ઇવીએમ મશીનથી જ થશે. એટલા માટે આશા છે કે, વારણસીની ચૂંટણીનાં પરિણામો પણ લગભગ 16 મે એ આવી જશે.

જો 78 ઉમેદવારો મેદાનમાં હોત તો....

જો વારણસીમાં 78 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમાંથી બધાની ઉમેદવારી સ્વિકારાઇ ગઈ હોત તો ઇવીએમ મશીનની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરવી પડત તેના કારણે ચૂંટણી પરિણામ આવતાં 36 કલાક જેટલો સમય લાગી જાય.

ઇવીએમમાં આવી શકે છે 16 ઉમેદવારોનાં નામ:

યૂપીના મુખ્ય ચૂંટણી અધિકારી ઉમેશ સિન્હાના કહેવા મુજબ, એક ઇવીએમ મશીનમાં 16 ઉમેદવારોનાં નામ આવી શકે છે. એક પોલિંગ બુથ પર વધુમાં વધુ ચાર ઇવીએમ મશીનનો ઉપયોગ કરી શકાય છે. જો કોઇ ક્ષેત્રમાં ઉમેદવારોની સંખ્યા 64 કરતાં વધી જાય તો, બેલેટ પેપરનો ઉપયોગ કરવો પડે છે.