ચૌહાણનો ઇશારો: મોદીને રોકવા ત્રીજા મોરચાની સરકાર બનાવડાવી શકે છે કોંગ્રેસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂ દિલ્હી. દેશની 196 લોકસભાની સીટો પર 30 એપ્રિલ, 7 મે અને 12 મેએ મતદાન થશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા વાડ્રા અને વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ ભલે એમ કહે કે દેશમાં મોદીની લહેર નથી, પરંતુ અંદરખાને કોંગ્રેસની રણનીતિના કેન્દ્રસ્થાને મોદી જ છે. અત્યારે ચૂંટણી બાદની સ્થિતી માટે પાર્ટીમાં ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

કોંગ્રેસ એનડીએ સિવાય કેન્દ્રમાં આવી શકે તેવા કોઇપણ ગઠબંધનને બહારથી સમર્થન આપવાની રણનીતિ બનાવી રહી છે, જેથી મોદીને રોકી શકાય. આ વાતની પુષ્ટિ કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કરી છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં ચૈહાણે કહ્યું કે, ત્રીજા મોરચાને સમર્થન આપવાનો વિકલ્પ કોંગ્રેસ માટે ખુલ્લો છે. આ જ મહિને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટની પણ કહી ચૂક્યા છે કે, બીજેપીને સરકાર બનતાં રોકવા માટે લેફ્ટે યૂપીએ 3નો હિસ્સો બનવાનો વિચારવું જોઇએ.

આગળની સ્લાઇડમાં વાંચો, કોંગ્રેસ કયાં સમીકરણો પર રમી રહ્યું છે ગણિત....