• Gujarati News
  • J&K: Muslim Religious Gurus Deployed In To Campaign For BJP

J&K: ભાજપનું મિશન 50+, પ્રચારમાં ઉતર્યા મુસ્લિમ ધર્મગુરુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટોઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહની સાથે મુસ્લિમ ધર્મગુરુ)
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પોતાની સરકાર બનાવવા અને મોદીના મિશન 50+ને પૂરા કરવા માટે પાર્ટી પોતાની રણનીતિને સફળ બનાવવામાં વ્યસ્ત છે. ભાજપના સૂત્રોના અનુસાર પાર્ટીના પ્રચાર માટે શ્રીનગરમાં અનેક મુસ્લિમ અને ઇસ્લામિક ધર્મગુરુ પાર્ટી સાથે જોડાયેલા છે. આ ધર્મગુરુ પાર્ટીના પક્ષમાં પ્રચાર પણ કરે છે. ભાજપ રાજ્યમાં પોતાના મિશન 50+ને પૂરા કરવા માટે આ અગ્રણી ધર્મગુરુઓ અને ઉપદેશકોનો ઉપયોગ કરી રહી છે.
ભાજપમાં 5 મુસ્લિમ ધર્મગુરુ થયા સામેલ

જમ્મુ ભાજના સ્ટેટ વાઇસ પ્રેસીડંટના અનુસાર એકલા શ્રીનગરમાં જ 5 ઇસ્લામિક ધર્મગુરુ ભાજપમાં સામેલ થયા છે. આ ધર્મોપદેશક પાર્ટી ઉમેદવારો અને પાર્ટીના પક્ષમાં પ્રચાર કાર્ય કરી રહ્યા છે. વાઇસ પ્રેસીડંટ અરોરાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બીજા વધુ ધર્મગુરુ અને ધર્મોપદેશક ભાજપ સાથે જોડાઇ શકે છે.
શુ કહે છે મૌલાના અહતર દેહલવી

મુસ્લિમ સંગઠન અંજુમન મિન્હાજ એ રસૂલના અધ્યક્ષ મૌલાના અહતર દેહલવી પાછલા દિવસોમાં નિવેદન આપી ચૂક્યા છે કે પાકિસ્તાન હેઠળના કાશ્મીરના લોકોને તક આપવામાં આવે તો તેઓ ભારતમાં સામેલ થવાનું પસંદ કરશે. દેહલવીનું ‘યહાં’ સંગઠન શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે કામ કરે છે. દેહલવી કહેતા આવ્યા છે કે ‘પાકિસ્તાન હેઠળના કાશ્મીરમાં જો જનમત એકત્ર થાય તો 90 ટકાથી વધુ લોકો ભારતનો હિસ્સો બનવા માટે મતદાન કરશે.’’

દેહલવી જમ્મુ-કાશ્મીરના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં પાંચ દિવસોની મુલાકાત પણ લઇ ચૂક્યા છે. દેહલવી કહે છે કે કાશ્મીરમાં અલગતાવાદીઓનો આધાર ખતમ થઇ ગયો છે અને ઘાટીના લોકો સુશાસન, વિકાસ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના લોકોને એ વાતથી ફરક નથી પડતો કે મુઠ્ઠીભર લોકો શં કહે છે. દેહલવીએ પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે સેના દ્વારા ચલાવવામાં આવેલા રાહત તેમજ બચાવ કાર્યોની પણ પ્રશંસા કરી હતી.
આગળ જુઓ તસવીરો – અમિત શાહની સાથે જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ નેતા