આજબ-ગજબ સંયોગ: હાજીપુરની આ સીટ પર પક્ષ ગમે હોય, જીતે હંમેશાં 'રામ' જ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પટણા. હાજીપુર સુરક્ષીત સીટને આજ સુધીની દરેક લોકસભા સીટ માટે રામ જ ફાવ્યા છે. અહીં જીતવાવાળા ઉમેદવારો બદલાય, પાર્ટીઓ બદલાય, પણ રામ નામાનો પડછાયો દરેક ચૂંટણીમાં જોવા મળે જ છે. 1977માં હાજીપુરને સુરક્ષિત સીટ તરીકે જાહેર કરવામાં આવી.

ત્યારથી લઈને અત્યાર સુધી 37 વર્ષોમાં ચૂંટણી જીતવા વાળા રામ જ રહ્યા છે. એટલે કે, આ નેતાઓનાં નામ રામથી જ શરૂ થાય છે. ત્યારથી અત્યાર સુધીમાં અહીં દસ વાર લોકસભાની ચૂંટણી થઈ ચૂકી છે. સાત મે એ અગિયારમી ચૂંટણી પણા થશે. અત્યાર સુધીમાં ત્રણ નેતાઓ સાંસદ પણ બની ચૂક્યા છે. પહેલા રામ વિલાસ પાસવાન, બીજા રતન રામ અને ત્રીજા રામસુંદર દાસ.

આગળની સ્લાઇડમાં વાંચો, રામવિલાસ પાન્સવાન ભારતીય લોકદળની ટિકિટ પરથી જીત્યા હતા ચૂંટણી...