• Gujarati News
  • BJP May Invite Shivsena To Support In Formation Of Government

મહારાષ્ટ્ર : સરકાર રચવા ભાજપ ફરી શિવેસનાનો ટેકો માગે તેવી શક્યતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ચારે તરફ ઉજવણીનો માહોલ)
મુંબઇઃમહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપને ફાળે 122 બેઠકો આવી છે ત્યારે 146ના આંકડાને પહોંચવા હવે કવાયત ચાલી રહી છે. આજે સાંજે ભાજપની સંસદીય બૂોર્ડની બેઠક છે. વછી સ્પષ્ટ ચિત્ર સામે આવશે. હરિયાણામાં તો ભારતીય જનતા પક્ષે (ભાજપ) સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે તો મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકોમાંથી 122 બેઠકો પર વિજય મેળવી લીધો છે.
દરમિયાનમાં ભાજપી સંસદીય બોર્ડની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર અને શિવસેનાના ટેકા અંગે નિર્ણય કરવામાં આવશે. જોકે અમિત શાહે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે સરકાર તો ભાજપની જ બનશે ત્યારે યુતિ કોની સાથે, કેવા પ્રકારની રહેશે તે જોવાનું રહેશે.દરમિયાનમાં મહારાષ્ટ્ર અને ભાજપમાં ઠેર ઠેર ઉજવણીઓ શરૂ થઇ ગઇ હોવાના અહેવાલ છે. ભાજપના આ જીતનો યશ નરેન્દ્ર મોદી કે અમીત શાહ લઇ જશ તે આગળ ખબર પડશે.
જાણવા મળ્યા અનુસાર ભાજપ અને શિવસેના વચ્ચે વાતચીત પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે એનસીપી પણ ભાજપને બહારથી ટેકો આપે તેવી શક્યતા છે.
આગળ વાંચો...અમે સૌને ઓકાદ બતાવીશુઃ અમીત શાહ...