હરિદ્વાર સીટ: બે લડે છે બીજાના નામ અને એક બદલાવ પર વિશ્વાસના આધારે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હરિદ્વાર. આ વખતે ઉતરાખંડમાં હરિદ્વાર સીટ તેમના ઉમેદવારોના કારણે ચર્ચામાં છે. ભાજપાએ આ સીટ પરથી પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે મુખ્યમંત્રી હરીશ રાવતની પત્ની રેણુકા રાવતને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં દેશની પહેલી મહિલા ડીજીપી રહી ચૂકેલ કંચન ચૌધરીને ઉમેદવાર બનાવી છે. 1991થી 1999 સુધી ભાજપા પાસે રહેલ હરિદ્વાર સીટ 2004માં સમાજવાદી પાર્ટી અને 2009માં કોંગ્રેસના હરિશ રાવત જીત્યા હતા.

રેણુકા રાવત: રેણુકા રાવત: મને વોટ આપો, સીએમ મફતમાં જ મળશે.

રેણુકા રાવતની સૌથી મોટી તાકાત તેના પતિ રાજ્યના મુખ્યમંત્રી હરિશ રાવત જ છે અને તે તેને બહુ સારી રીતે સમજે પણ છે. તે એમ જ કહે છે કે, 'તમે મને વોટ આપો, સાંસદ સાથે સીએમ મફતમાં મળશે.' રેણુકા રોજની 17 નાની-નાની સભાઓ યોજે છે. દરેક જગ્યાએ હરેશ રાવત જ્યારે સાંસદ હતા ત્યારે જે વિકાસ કાર્યો કર્યા તેને ગણાવવાનું નથી ભૂલતી. તેની સાથે-સાથે કુંભમેળામાં જે ગડબડ સર્હાઇ તેમાં નિશંકને જવાબદાર ઠેરવે છે.

રેણુકા રાવત:

લખનૌ યૂનિવર્સિટીમાં બીએ એલએલબી. 2004માં અલ્મોડા સીટ પરથી ચૂંટણી લડ્યાં હતાં, પરંતુ હારી ગયાં હતાં. 2004ની ચૂંટણીમાં હરિશ રાવતની બીજી પત્ની હોવાના કારણે વિવાદોમાં ફસાયાં હતાં.