લોકસભા 2019 / ચૂંટણી તો બીજું યુદ્ધ, કોંગ્રેસ ધારાસભ્યોને પક્ષ બદલતા અટકાવી દે તો એ જ પહેલો વિજય

Divyabhaskar.com | Updated - Mar 16, 2019, 07:52 AM
 ગુજરાતની સ્થિતિ રજૂ કરે છે આ બે તસવીરો
 ગુજરાતની સ્થિતિ રજૂ કરે છે આ બે તસવીરો

  • જૂનાગઢની આ બે તસવીરો એક જ દિવસની છે. ડાબી બાજુ કોંગ્રેસની ઓફિસ જીર્ણ-શીર્ણ અને બંધ પડી છે.
  • બીજી બાજુ જમણી તરફ ભાજપની ઓફિસ છે, ચૂંટણી તૈયારીઓમાં કાર્યરત જોવા મળી રહી છે.

ભંવર જાંગડ, દ્વારકા: દ્વારકા દેશની પશ્ચિમી દિશાનો અંતિમ છેડો. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણનું કર્મસ્થળ. સમુદ્રના કિનારે અને ગોમતીના ઘાટ પર વસેલું દ્વારકા સૌરાષ્ટ્રના જામનગર સંસદીય ક્ષેત્રનો જિલ્લો છે, જ્યાં પક્ષ કરતાં વધુ વ્યક્તિને મહત્વ અપાય છે. જામનગર બેઠકને જ જોઈ લો, જ્યાં ભાજપના ચંદ્રેશ પટેલ 5 વખત સંસદ રહી ચૂક્યા છે. તો ભારતયાત્રાની શરૂઆત વયોવૃદ્ધ જાનીભાઈની વાતથી કરીએ છીએ. તેઓ કહે છે જામનગરનો કોઈ લોકલ ઈશ્યુ નથી, સાંસદ-ધારાસભ્યના કામ ઠીકઠીક ચાલે છે, તેથી કોંગ્રેસ ગમે તેટલું જોર લગાવે આવશે તો ભાજપ જ.

જામનગરના રાજેશ પરમાર જણાવે છે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર બે જિલ્લા છે. દ્વારકામાં ભાજપનું વરસોથી રાજ છે અને જામનગરમાં બે મોટી રિફાઈનરી છે. તેથી અહીં યુપી-બિહારના લોકો વધુ છે, પરંતુ તે ચૂંટણી પર અસર નથી પાડતા અને તે પ્રદેશોની હવા પણ જામનગરમાં અસર કરી શકતી નથી. વર્તમાન સાંસદ પૂનમબેન માડમની દાવેદારી તો આ વખતે પણ છે, પરંતુ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબા ભાજપમાં જોડાયાંથી અસમંજસની સ્થિતિ છે. આમ પણ કોંગ્રેસને પણ નવો ચહેરો જોઈએ છે, કારણ કે ગઈ વખતે હારેલા આહીર વિક્રમભાઈ માડમ ખાંભળિયાથી ધારાસભ્ય બની ગયા છે.

તેથી ચર્ચા છે કે હાર્દિક પટેલને અહીંથી ઉતારવામાં આવી શકે છે. અહીંથી નીકળીને જ્યારે પોરબંદર સીટ પહોંચ્યા, જ્યાં માછીમારોની વસતી સૌથી વધુ છે. બોટ એસોસિયેશનના ધનજીભાઈ નારાજગીના સૂરમાં કહે છે સરકારને માછીમારોની કોઈ ચિંતા નથી. ધંધો બરબાદ થઈ ગયો છે. પહેલા 15-17 સો રૂપિયાનું ડીઝલ લાગતું હતું, હવે 3-4 હજાર રૂપિયા થાય છે. બપોર પછી જ્યારે જૂનાગઢ પહોંચ્યા, અહીં શહેરી ક્ષેત્રના 80% લોકો સરકારી કર્મચારી અને પેન્શનર્સ છે. તેથી અહીં કોઈ મોટો લોકલ ઈશ્યુ પણ નથી.

એક હોટેલ પર બેઠા. નાંદરખી ગામના હીરુભાઈ અને શહેરી વેપારી અરવિંદભાઈએ જણાવ્યું કોંગ્રેસી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા દરેક માણસ માટે દરેક સમયે ઉપલબ્ધ છે. પરંતુ હીરુભાઈ અને અરવિંદભાઈને ખબર નથી કે ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય લોકસભા બેઠક પડાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે, પરંતુ જે રીતે ભાજપ તેમના જ નેતાઓને તોડી રહ્યો છે તેનાથી માર્ગ મુશ્કેલ થઈ રહ્યો છે. બીજી બાજુ રાજકોટ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોટ સીટ મનાય છે.

વડાપ્રધાન મોદીના રાજકારણની શરૂઆત અહીંથી થઈ હતી. મુખ્યમંત્રી બન્યા પછી તે અહીંથી પેટાચૂંટણી જીત્યા હતા. છેલ્લી ચૂંટણીમાં ભાજપના મોહનભાઈ કુંડારિયાએ કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળિયાને હરાવ્યા હતા. પરંતુ બાવળિયા વિધાનસભા ચૂંટણીમાં જીતી ગયા. જોકે, હવે ભાજપમાં સામેલ થવાથી કોળી બહુમતી ધરાવતી બેઠક પર કોંગ્રેસ પાસે કોઈ મોટું નામ બચ્યું નથી. આમ તો સૌરાષ્ટ્ર પટેલ બહુમતી ધરાવતી બેઠક છે. તેમ છતાં કોંગ્રેસ માટે હાર્દિક પટેલનું કાર્ડ ચાલશે કે નહીં, તેમાં શંકા છે.

હાર્દિકને મહત્વ મળવાથી કોંગ્રેસી દુ:ખી

જાન્યુઆરી 2018થી અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા છે. આ સીધા સંકેત છે કે કોંગ્રેસમાં બધું જ સારું નથી ચાલી રહ્યું. જાણકારો કહે છે - કોંગ્રેસ ગુજરાતમાં ફેસલેસ બની રહી છે. હાર્દિક પટેલને વધુ મહત્વ મળવાથી બીજી જાતિના કોંગ્રેસી નેતા નારાજ છે. તેથી ચૂંટણીના સમયે ભાજપને પકડી રહ્યા છે.

X
 ગુજરાતની સ્થિતિ રજૂ કરે છે આ બે તસવીરો ગુજરાતની સ્થિતિ રજૂ કરે છે આ બે તસવીરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App