લોકસભા / 17 એપ્રિલે મોદી સુરેન્દ્રનગરમાં તો 18-19મીએ રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં સભાઓ ગજવશે

divyabhaskar.com | Updated - Apr 17, 2019, 11:36 AM
પીએમ મોદી અને રાહુલ ગાંધીની ફાઈસ તસવીર
પીએમ મોદી અને રાહુલ ગાંધીની ફાઈસ તસવીર

  • વરસાદી માહોલ વચ્ચે પીએમનો ગુજરાત પ્રવાસ
  • ભારે પવનને કારણે 17 એપ્રિલે હિંમતનગરમાં યોજાનારી પીએમની સભાનો મંડપ ઉડ્યો
  • પવન અને વરસાદને પગલે નેતાઓ ચિંતિત, ચૂંટણી પ્રચાર ખોરવાયો


અમદાવાદઃ લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 18 અને 19 એપ્રિલના રોજ જ્યારે પીએમ મોદી 17 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે. જેને લઈ હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 17 એપ્રિલે પીએમ મોદી સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે. જેને પગલે સુરેન્દ્રનગર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું
છે. પીએમની સુરક્ષાને ધ્યાને લઈ સાત SP, તેર DYSP, ત્રેવીસ PI, એકસો વીસ PSI અને 1400 પોલીસ કર્મી સહિત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ, LCB, SOG સહિતની ટીમો તૈનાત રહેશે.


18-19 એપ્રિલે રાહુલ ગાંધીની વંથલી, કચ્છ અને બારડોલીમાં જનસભાઓ

18 એપ્રિલે રાહુલ ગાંધી 3.30 વાગે બરેલીથી સીધા કેશોદ આવશે અને બપોરે 4 વાગ્યે કેશોદથી વંથલી સભા સ્થળે પહોંચશે. જ્યાં 4થી5 વાગ્યા સુધી જાહેરસભા સંબોધશે. જ્યાં પોરબંદર અને જૂનાગઢ લોકસભાના લોકોને સંબોધન કરશે. જાહેરસભા બાદ રાહુલ 5.25 વાગ્યે કેશોદ પહોંચશે અને 5.30 વાગ્યે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ભુજ જવા રવાના થશે. જ્યાં સાંજના 6.15 કલાકે જનસભામાં પહોંચશે અને ત્યારબાદ 7.30 કલાકે રાત્રિ રોકાણ માટે ભુજથી સુરત જવા રવાના થશે. ત્યાર બાદ 19મી એપ્રિલે બારડોલીમાં જાહેર સભા સંબોધશે.

X
પીએમ મોદી અને રાહુલ ગાંધીની ફાઈસ તસવીરપીએમ મોદી અને રાહુલ ગાંધીની ફાઈસ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App