• Gujarati News
  • Hindustaan Doesn't Need A Government Who Makes Quarrel Hindu And Muslim

'હિન્દુસ્તાનને નથી જોઈતી હિંદુ-મુસ્લિમોને લડાવનારી સરકાર'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રામનાથપુરમઃ તમિલનાડુના રામનાથપુરમમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા રાહુલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. રાહુલે અહીં ભાજપ પર સીધો હુમલો કરતા કહ્યુ કે ભારતને એવી સરકાર નથી જોઈતી જે હિંદુઓ અને મુસ્લિમોને પરસ્પર લડાવે. રાહુલે જનસભામાં હાજર લોકોને અપિલ કરી કે તે નિશ્ચિત કરે કે તે ઘૃણા ફેલાવતી સરકારને સત્તામાં કોઈ કિંમત પર નહીં આવવા દે.

રાહુલે પોતાની રેલી દરમિયાન ભાજપને ઘણી ખરી ખોટી સંભળાવી. રાહુલે જનતાને અપિલ કરી કે તે કેન્દ્રમાં ગરીબોની હિતૈષી અને ધર્મનિરપેક્ષ સરકાર લાવવાનો પ્રયાસ કરે. તેમણે કહ્યુ કે દેશને એવી સરકાર બિલકુલ નથી જોતી જે હિંદુઓ અને મુસ્લિમોને લડાવતી રહે. રાહુલે કહ્યુ કે, “હવે દેશની જનતા જ એ નક્કી કરશે કે તે દિલ્લીમાં ગરીબ હિતૈષી, ધર્મનિરપેક્ષ સરકારને સત્તામાં લાવવાનો પ્રયાસ કરશે. આપણે એવી સરકાર નથી જોતી જે ઘૃણા અને ક્રોધને પ્રોત્સાહન આપશે, આપણે એવી સરકારની જરૂર નથી જે હિંદુઓ અને મુસ્લિમોને લડાવતી રહે.” રાહુલ આટલેથી અટક્યા નહીં. તેમણે એમ પણ કહ્યુ કે દેશની જનતા એવી સરકાર પણ નથી ઈચ્છતી જે એક રાજ્યના વિચારો બીજા રાજ્ય પર ઠોકી બેસાડે.