• Gujarati News
  • COUNTRY DOESN'T NEED 56 INCH MAN, BUT WE NEED KIND HEART POLITICIAN

પ્રિયંકાLive: 'દેશ ચલાવવા માટે 56ની છાતી નહીં મોટુ મન જોઈએ'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાયબરેલીઃ ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા વાડ્રાએ રવિવારે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહારો કર્યા હતા. પ્રિયંકાએ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે દેશ ચલાવવા માટે દરિયા જેવું જોઈએ 56ની છાકી નહીં. પ્રિયંકા એટલેથી જ અટકી નહીં. તેણે કહ્યુ દેશને ચલાવવા માટે ક્રુર દિલ નહીં, નૈતિક શક્તિવાળા વ્યક્તિ જોઈએ. ખોખલું પ્રદર્શન નહીં, અંદરની વિરતા જોઈએ. મહિલાઓને સંબોધિત કરતા પ્રિયંકાએ કહ્યુ કે રાહુલ ઈચ્છે છે કે મહિલાઓને શક્તિ મળે, તેનો આત્મવિશ્વાસ વધે. ઉલ્લેખનીય છે કે મોદીએ પોતાની એક રેલી દરમિયાન 56ની છાતી વાળી કહેવતોને ઉપયોગ કર્યો હતો.

પ્રિયંકાના ભાષણના મુખ્ય અંશો

- જ્યાં સુધી રાયબરેલીની વાત છે, મને કોઈ શંકા નથી કે તમે જાણી લીધું છે કે તમારી સાંસદ તમારા માટે દિલથી કામ કરે છે.

- તમે માત્ર તમારા સાંસદને જ ચૂંટી નથી રહ્યા, પરંતુ તમારે પૂરા દેશના ભવિષ્ય વિશે વિચારવાનું છે.

- આ મહાત્મા ગાંધીનો દેશ છે તેના રખેવાળ તમે છે. તેની રક્ષા કરવી તમારુ કર્તવ્ય છે.

- આ મારો દેશ છે. મારી રગોમાં જે લોહી દોડે છે તે આ દેશની માટીમાં ભળી ચુક્યુ છે.

-દેશને ચલાવવા માટે ખોખલું પ્રદર્શન નહીં અંદરની વીરતા જોઈએ. જે દેશની સંસ્કૃતિને બચાવી રાખવા માટે કામ આવે

- આ દેશને ચલાવવા માટે ક્રુર દિલ નહીં નૈતિક શક્તિ જોઈએ

- રાહુલજી ઈચ્છે છે કે તમને શક્તિ મળે, તમારો આત્મવિશ્વાસ વધે.