તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચવાસીઓને આ સમસ્યાઓ ક્યાં સુધી વેઠવી પડશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ભરૂચ શહેર નર્મદાના કાંઠે વસેલું છે. એક સમયે ભરૂચ ભરાકચ્છ નામથી ઓળખાતું હતું. પછી ભૃગુકચ્છ અને બ્રૉચના નામથી ઓળખાતું થયું. પૂર્વ અને પશ્ચિમના દેશોના વેપારનું મથક હતું. એ સમયે દરિયાઈ માર્ગે તેજાના-રેશમનો વેપાર થતો હતો. આજે કેમિકલ અને ફર્ટિલાઈઝર ઉદ્યોગોનું હબ બન્યું છે. ભરૂચની ખારીસિંગ ખૂબ જ ફેમસ છે. ભરૂચમાં 1990થી ભાજપ સત્તા પર છે. છેલ્લી 2 ટર્મથી દુષ્યંત પટેલ ધારાસભ્ય છે. સૌથી વધુ મુસ્લિમ મતદારો છે. આદિવાસી મતદારો પણ વધુ છે. તો પટેલ અને દલિત મતદારો નિર્ણાયક સાબિત થશે. કેબલ સ્ટેઈડ બ્રિજ પર ટોલટેક્સ મોટો મુદ્દો છે. તો શહેરના લોકો શિક્ષણ, પાણી, આરોગ્ય સેવાથી વંચિત રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ પાણી, ગટર સહિતના સમસ્યાઓ ભોગવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...