PM મોદી પરિવારના સંઘર્ષની કહાની, વડનગરથી સ્પેશિયલ કવરેજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
DivyaBhaskar.comની Election Express મોદીના વતન વડનગરમાં આવી પહોંચી છે. ત્યારે આપણે અહીં મોદીના વતન અને તેમના જીવનના સંઘર્ષની કહાનીની વાત કરીશું. PM મોદીના પિતરાઈ ભાઈ અશોક મોદીએ મોદીના સંઘર્ષની વાત કરી હતી. તેઓ કહે છે કે નરેન્દ્રભાઈએ પહેલેથી ખૂબ સંઘર્ષ કર્યો છે. એક સમયે અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અને આજે પણ તેઓ મહેનત કરી જીવન વ્યતીત કરી રહ્યા છે. એક સમયે મોદી પરિવારના ઘરમાં ટીવી ન હતું. જોકે આજે દિવસભર તેમને ટીવીમાં જુએ છે. પરિવારના સભ્યો કહે છે કે મોદી જ્યારથી વડા પ્રધાન બન્યા છે ત્યારે અમારા પરિવારમાં આનંદ છવાયો છે. પરિવારે એવો આશાવાદ વ્યક્ત કર્યો કે ગુજરાતમાં પણ મોદી જીતશે અને સારું પરિણામ લાવશે. જેથી ગુજરાત અને દેશનો વિકાસ થાય.
અન્ય સમાચારો પણ છે...