કોમેડિયન ભારતી સિંહ પીઠીની વિધિમાં ધ્રૂસકે-ધ્રસકે રડી પડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમેડિયન ભારતી સિંહની ત્રીજી ડિસેમ્બરના રોજ હલ્દી(પીઠી) સેરેમની યોજાઈ ગઈ. પીઠીની વિધિમાં ભારતી પોતાની લાગણી પર કાબૂ રાખી શકી નહીં અને તે આખી વિધિ દરમિયાન સતત રડતી હતી. હલ્દી સેરેમનીની થીમ પીળા રંગ પર રાખવામાં આવી હતી. ફેશન ડિઝાઈનર રોહિત વર્માએ કહ્યું હતું કે ભારતી માટે આ ઘણી જ ભાવુક ઘડી છે. તે આ ક્ષણે પોતાની જાત પર કાબૂ રાખી શકી નહીં. ભારતીને હજી પણ વિશ્વાસ નથી કે તેના લગ્ન થઈ રહ્યાં છે. ત્રીજી ડિસેમ્બરે સાંજે ભારતીના લગ્ન છે અને તેથી જ પીઠીની વિધિ દરમિયાન માત્ર ભારતી જ નહીં તેનો પૂરો પરિવાર તથા ક્લોઝ ફ્રેન્ડ્સ રડે છે. એક્ટ્રેસ અદા ખાને કહ્યું હતું કે અત્યાર સુધી તમામે ભારતીને હસતા જ જોઈ છે. પહેલીવાર સેલેબ્સ તથા ચાહકો ભારતીને રડતી જુએ છે. ભારતીનાં ક્લોઝ ફ્રેન્ડ્સ પણ ભારતીને રડતાં જોઈને રડી પડ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...