• Gujarati News
  • National
  • Thyroid Caution Treatment Tips And Diet|શું છે થાયરૉઇડ? કેમ થાય તેની સમસ્યા, શું છે તેના સંકેત અને ઉપાય?

વજનમાં અચાનક જ વધારો કે પિરીયડ્સ અનિયમિત થાય તો હોય શકે થાયરૉઇડ, આ વસ્તુઓ ખાવાથી થઈ શકશો જલ્દી સાજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાયરૉઇડએ એક પ્રકારની ગ્રંથી છે, જે ગળામાં બિલકુલ સામેની તરફ જ હોય છે. આ ગ્રંથી શરીરના મેટાબોલિઝમને નિયંત્રિત કરે છે. એટલે કે,આપણે  જે ભોજન કરીએ છીએ તેને ઉર્જામાં બદલવાનું કાર્ય કરે. અને જો એમાં કઈંક ગરબડ થાય તો તેના કારણે તકલીફો વધવાની શક્યતા રહેલી છે.જો કે થાયરૉઇડ થાય તો હવે તેનાથી ડરવાની બહુ જરૂર નથી કેમ કે તેને આહાર દ્વારા કે થોડી સારવાર દ્વારા પણ મટાડી શકાય છે. જો તમે તમારા ડાયટમાં ફાઈબરયુક્ત વસ્તુઓ, લીલાં શાકભાજી કે પછી સિઝનેબલ ફ્રૂટ્સ પણ સામેલ કરશો તો ચોક્કસ લાભ થશે જ. અમે તમને બતાવી રહ્યા છીએ તેના લક્ષણો, થાયરૉઇડ થવાનાં કારણો અને કેવા પ્રકારનો આહાર તમને જલ્દી સાજા કરી શકે છે તેની.