તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિનચર્યામાં આયુર્વેદનાં સૂચનો પાળવાથી જૂના રોગમાંથી મળે છે છુટકારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણી જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતોથી ઘણા રોગ શરીરમાં ઘર કરી જતા હોય છે. આપણને માથું દુખે, અપચો રહે, ગેસ થાય કે એસીટીડી થાય તો આપણે તરત હાથવગી કોઈ દવા લેતા હોઈએ છીએ. એક વાર દવા લીધા પછી સારું થઈ જતું હોય છે અને આપણે ફરી વાર જૂની જીવનશૈલી અપનાવતાં હોઈએ છીએ. ત્યારે આ બધાનાં મૂળમાં શું છે એની વાત અમદાવાદના જાણીતા આયુર્વેદ એક્સપર્ટ ડો. પ્રેરક શાહ કરે છે. તેમનું કહેવું છે કે આપણે રોગને પાળવાની માનસિકતાથી બહાર આવવું જોઈએ અને આર્યુવેદમાં આપેલાં સૂચનોનું પાલન કરવું જોઈએ. જો એ રીતે જીવન જીવવામાં આવે તો ઘણા બધા રોગ આપોઆપ મટી જતા હોય છે.