• Gujarati News
  • National
  • Amazing And Effective Nine Health Benefits Of Abdominal Massage|માત્ર 5 જ મિનિટ કરો પેટની માલિશ, નહીં થાય પેટનો કોઈ રોગ

માત્ર 5 જ મિનિટ કરો પેટની માલિશ, ઘટશે વજન, કમર આવશે શેપમાં તેમજ નહીં થાય પેટનો કોઈ રોગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો: આપણા આયુર્વેદમાં પણ મસાજના તો અનેક ફાયદાઓ બતાવ્યા જ છે આજે અમે તમને વાત કરીશું કે પેટનો મસાજ એટલે કે તેની માલિશ કરવાથી શું શું લાભો થશે એ. આ પેટની માલિશ કરવા માટે તમારે કોઈ ખાસ મહેનત કરવાની કે રૂપિયા ખર્ચવાની પણ જરૂર નથી. પેટની માલિશ કરવા માટે સૌથી પહેલાં પીઠના બળે સૂઈ જવું. ત્યારબાદ હાથમાં તેલ લગાવી પેટ પર ગોળાકારમાં હાથ ફેરવીને પેટ પર મસાજ કરવો. આ પ્રકારની માલિશ કરવાથી તમને જે લાભ થશે તેની તમે કલ્પના પણ નહિ કરી હોય. આના લીધે તમારું વજન ઘટશે એટલે કે તમે મોટાપાને કાબૂમાં કરી શકશો સાથે જ તમારા પેટની અનેક સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો કે કબજિયાત સહિતની અનેકે તકલીફોમાંથી રાહત મળશે. તો જોઈ લો અન્ય શું શું લાભ છે એ પણ.