અમેઝોનનાં જંગલોમાં સંપર્કવિહોણા 16 આદિવાસીઓ દેખાયા, પહેલી વાર રિલીઝ કર્યો વીડિયો

અમેઝોનનાં ગીચ જંગલોમાં આદિવાસીઓ જીવી રહ્યા છે જે આજની દુનિયાથી સાવ અજાણ છે

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 05:31 PM
Uncontacted Amazon tribe are revealed for the first time
આદિવાસીઓ માટે કામ કરતી એક સંસ્થાએ ગત વર્ષે રેકોર્ડ કરેલો આ વીડિયો હવે જાહેર કર્યો છે, જેમાં પહેલી વાર જ અત્યાર સુધી સાવ સંપર્કવિહોણા એવા 16 આદિવાસીઓ દેખાય છે. ડ્રોનથી શૂટ કરાયેલાં આ દૃશ્યો ચોક્કસ દુનિયાને નવાઈમાં મૂકી દેશે. કેમ કે અત્યાર સુધી શોધાયેલી આદિવાસી જનજાતિ કરતાં કંઈક અલગ આદિવાસીઓ લાગે છે. આ આદિવાસીઓ પાસે તીર-કામઠાં પણ જોવાં મળ્યાં હતાં. તેમના પર રિસર્ચ કરનાર સંસ્થાએ એવું પણ કહ્યું હતું કે તેઓ તેમની પાસે જઈને તેમની જીવનશૈલીને પ્રભાવિત નથી કરતા. આ વીડિયો પણ અત્યારે જાહેર કરવાનું કારણ માત્ર એક જ હતું કે દુનિયાને પણ જાણ થાય કે હજુ પણ અમેઝોનનાં ગીચ જંગલોમાં આદિવાસીઓ જીવી જ રહ્યા છે. જે હજુ પણ સભ્ય સંસ્કૃતિના પરિચયમાં નથી આવ્યા.

X
Uncontacted Amazon tribe are revealed for the first time
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App