વતનમાં બધું વેચીને સુરત તરફ દોટ મૂકતા લોકોને આ કાઠિયાવાડીએ સમજાવ્યું ગાંસડીઓનું ગણિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેનેડા ગયેલા ગુજરાતી યુવક ક્રિશ પટેલના વીડિયોઝ વાઇરલ થયા બાદ સુરતી યુવકનો વીડિયો સામે આવ્યો છે. સૌરાષ્ટ્રના કોઈ ગામડાનો આ યુવક સુરતમાં એમ્બ્રોઈડરીના મશીન ચલાવતો હોય તેવું લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવકના હાથમાં પ્લાસ્ટિકની થેલી છે, અને ચાર મશીન મૂક્યા હોવાની વાત સાથે તે વીડિયોની શરૂઆત કરે છે. યુવક કહે છે કે, આ ચાર મશીનનો હપ્તો જ મહિને બે લાખ રૂપિયા આવે છે. પછી તે કાઠિયાવાડી અંદાજમાં લહેકા સાથે કહે છે કે, આવડો મોટો હપ્તો કાઢવો ક્યાંથી? અને તોય પોટલાં લઈને જ આંટા મારવા પડે છે, આના કરતા તો કપાસની ગાંસડીઓ ફેરવવી સારી. તે કહે છે શહેરમાં કરોડોના રોકાણ પછી પણ ફેરવવાના તો થેલા જ છે. યુવક કહે છે, શહેર કરતા ગામડાનો શાંતિનો રોટલો ખાવો વધારે સારો છે. આ યુવક ફ્ની અંદાજમાં લોકોને સુરતની બહુ લાલચ ન રાખવાની વાત કરે છે, અને કહે છે કે, અહીં આવશો તો જિંદગી હપ્તા ભરવામાં જ જતી રહેશે. મૂળ કાઠિયાવાડી અને હાલ સુરતમાં રહેતા આ યુવકનો 1 મિનિટ અને 50 સેકન્ડનો આ વીડિયો સૌ કોઈને હસાવી દે તેવો છે.

અન્ય સમાચારો પણ છે...