Video: ભાઈ...ભાઈ...આવી ગયું પાણીપૂરીનું સેન્સરવાળું મશીન, સ્વિચ દબાવતા જ બદલે પાણીના ફ્લેવર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ અમદાવાદના સંજય પટેલે એક નવા કૉન્સેપ્ટ પાણીપૂરીનું મશીન બનાવ્યું છે. શહેરમાં ઑટોમેટિક પાણીપૂરીનું મશીન એક શૉપમાં મૂકવામાં આવ્યું છે. આ પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન માટે જ સ્પેશિયલ બનાવવામાં આવ્યું છે. જે લોકોને લારી પર પાણીપૂરી ન ખાવી હોય તેમના માટે ખાસ આ મશીન બનાવવામાં આવ્યું છે. આ મશીનમાં સ્વીટ, મિડિયમ અને સ્પાઈસી જેવા અલગ-અલગ પાણીના ઓપ્શન સિલેક્ટ કરી શકાય છે. મશીનમાં પાણીપૂરી સાથે એન્ટરટેઇનમેન્ટ પણ માણી શકાય. મશીનમાં ઢોળાયેલા પાણીનો પણ ઓટોમેટિક નિકાલ થાઈ જાય છે. આ મશીન વસ્ત્રાપુર સહિતના અન્ય 5 વિસ્તારોમાં મૂકવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...