ચર્ચમાં ગણેશજીની પૂજા! સોશિયલ મીડિયા વાઇરલ થયો વીડિયો, જુઓ શું છે સચ્ચાઈ?

ગણેશોત્સવ દરમિયાન સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 06:52 PM
ગણેશોત્સવ દરમિયાન સોશિયલ મીડિયામાં ચર્ચની અંદર ગણપતિની પૂજાનો વીડિયો વાઈરલ થયો છે. વાઇરલ વીડિયોમાં ચર્ચની અંદર ગણેશજીની મૂર્તિ લઈ જવામાં આવે છે. જેના સન્માનમાં ખ્રિસ્તીઓ ગીતો ગાય છે. પણ આ વીડિયો પાછળની સચ્ચાઈ કાંઈક અલગ છે. આ વીડિયો વર્ષ 2017નો છે. જે ફરીથી સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સ્પેનમાં રહેતાં હિંદુ લોકોએ ચર્ચ પ્રત્યે સન્માનની ભાવના દર્શાવવા માટે ગણેશજીની મૂર્તિને ચર્ચમાં લઈ ગયા હતા. તો ચર્ચના પાદરીએ પણ હિંદુઓની લાગણીને માન આપતાં ચર્ચની અંદર ગણેશજીને આવકાર્યા હતા. પણ થોડા સમયમાં જ ખ્રિસ્તી ધર્મના લોકોએ ચર્ચની અંદર અન્ય ભગવાનના પ્રવેશનો વિરોધ કર્યો હતો. વિવાદ વકરતાં ચર્ચના પાદરીને લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ માફી માગી હતી. અને સાથે તેમણે પાદરી તરીકે રાજીનામું પણ આપી દીધું હતું.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App