તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રી પહેલાં ધૂમ મચાવતું ગુજરાતી ગાયિકાનું ‘ઓઢણી’ સોંગ, ખેલૈયાઓમાં થનગનાટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ નવરાત્રીને માત્ર હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. દરેકે ગરબે ઘૂમવા તૈયારીઓ પણ કરી લીધી છે. ત્યારે ખેલૈયાઓને ગરબે રમાડવા મૂળ ભાવનગરની વતની ધરા શાહે ‘ઓઢણી’ ગરબા સોંગ બનાવ્યું છે. આ ગરબા સોંગ ધરાએ તેની યુટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યું છે. આ ગરબા સોંગની ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, ધરાએ માત્ર 15 મિનિટમાં ગરબા સોંગ લખ્યું અને કમ્પોઝ કર્યું છે. ‘ઓઢણી’ ગરબા સોંગનું મ્યૂઝિક અરેન્જમન્ટ જિમ્મી દેસાઈ અને ધરાએ કર્યું છે. ગરબાનું શૂટિંગ રૉ-ફૂટેજ ટીમના મેમ્બર ધ્રુવલ પટેલ અને ધર્મેશ મિસ્ત્રીએ અમદાવાદ પાસે આવેલી અંબાવાવમાં રાત્રે કર્યું છે.
અન્ય સમાચારો પણ છે...