તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચમત્કારઃ માતા-પિતા નીચે પડી ગયાં, હાઈવે પર બાળક સાથે બાઈક દોડતી રહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્ણાટકઃ બેંગ્લોર પાસેના નેલામંગલામાં નેશનલ હાઈવે પર એક અકસ્માતમાં બાળકનો અદભૂત બચાવ થયો. પત્ની અને બાળક સાથે બાઈકચાલક પૂરપાટ ઝડપે હાઈવે પર બાઈક હંકારી રહ્યો હતો. તેવામાં એક્ટિવા સાથે તેની ટક્કર થાય છે. ટક્કર બાદ બાઈક પરથી પતિ પત્ની નીચે પડી જાય છે. પણ બાળક બાઈક પર જ રહી જાય છે. બાઈક આશરે 500 મીટર સુધી હાઈવે પર ચાલી જાય છે. અને થોડી સેકન્ડો બાદ હાઈવે પરના ડિવાઈડર સાથે ટકરાઈ છે. ડિવાઈડર સાથેની ટક્કર બાદ બાળક ઉછળીને ઘાસ પર પડી જાય છે. જેના કારણે બાળકને થોડી ઈજાઓ પહોંચે છે. પણ તેનો અદભૂત બચાવ થાય છે. 

અન્ય સમાચારો પણ છે...