• Gujarati News
  • National
  • આરોપીને બંદૂક બતાવી પોલીસે પકડી પાડ્યો, Dwarka Police Caught The Accused In His Village

VIDEO: આરોપી તાબે ન થતાં પોલીસે લમણે બંદૂક ધરી, ફિલ્મી-સ્ટાઈલમાં આંતરી પકડી પાડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા: સલાયા ગામમાં ફિલ્મઢબે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. સલાયા ગામમાં એક કેસને લઈને પોલીસ આરોપીને પકડવા માટે તેના ઘરે પહોંચી હતી. જોકે આરોપીને ખ્યાલ આવી જતાં તે ઘરથી ભાગ્યો હતો અને એક અવાવરું મકાનની દીવાલ પર ચઢી ગયો હતો. જોકે પોલીસે આરોપીને ચારેબાજુથી ઘેરી લીધો હતો. બાદમાં દીવાલ પર ચડીને તેને નીચે પછાડ્યો હતો. આરોપી પકડાઈ જતાં પોલીસકર્મીએ તેને ઘેરી લીધો હતો અને ઢોર માર માર્યો હતો. તો એક પોલીસકર્મીએ આરોપીને લમણે બંદૂક પણ ધરી દીધી હતી. માર મારીને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં કેટલાક લોકો પોલીસની આ કામગીરીને વખાણી રહ્યા છે, તો કેટલાક લોકો પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠાવી રહ્યા છે.