VIDEO: બાઈકની ટાંકી ખોલીને જોયું તો જ્યાં જુઓ ત્યાં દારૂની બોટલો નીકળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના: ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પણ સમયાંતરે ગુજરાતમાં ઠેર ઠેર દારૂનો જથ્થો મળી આવતો હોય છે. દારૂ વેચતાં બુટલેગરો કોઈને કોઈ રીતે પોલીસને ચકમો આપવા અવનવા નુસખા અપનાવતાં હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક બુટલેગરે તેની આખી બાઈકમાં દારૂની બોટલો સંતાડી રાખી હતી. બાઈકમાં ચેક કરતાં અલગઅલગ જગ્યાએથી દારૂની બોટલો મળી આવી હતી. આ જોઈ લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. આ વીડિયો સૌરાષ્ટ્રના ઉના વિસ્તારનો છે. વીડિયો ઉના પોલીસ સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે.