ભોપાલમાં ચિપ્સ લઈને ઘરે જતી બાળકીને બસે કચડી, લોકોએ બસ જ ફૂંકી મારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ વીડિયો ભોપાલના આરીફનગરનો છે. જ્યાં સ્કૂલબસની ટક્કરથી એક બાળકીનું મોત થયું હતું. છ વર્ષની કુલસુમ દુકાનેથી ચિપ્સ લઈને ઘરે જતી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો. ઘટના બપોરે અંદાજે સાડા ત્રણ વાગ્યા આસપાસ બની હતી. અકસ્માત થતાં ગુસ્સે થયેલા સ્થાનિકોએ તોડફોડ કરી બસને આગ લગાવી દીધી હતી. જોકે અકસ્માત સર્જનાર ડ્રાઈવરને પોલીસે પકડી લીધો હતો. વધુ સ્થિતિ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...