થરાદ: હાઈવે પર સડસડાટ જતી કાર ત્રણ વાર પલટી ગઈ, અકસ્માતનાં CCTV

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા: થરાદ-સાંચોર હાઈવે પર પીલુડા પાસે એક ભયંકર અકસ્માત થયો હતો. હાઈવે પર જતી કાર રોડ પર ત્રણથી ચાર વાર પલટી મારી ગઈ હતી. કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત થયો હતો. જોકે સામે કોઈ વાહન નહોતું તેમજ કોઈ સાથે કાર અથડાઈ નહોતી. આથી મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અકસ્માત થતાં આસપાસના લોકો પણ અકસ્માતસ્થળે દોડી આવ્યા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢ્યો હતો.