VIDEO: અમદાવાદમાં દબાણ દૂર કરવા ઉપર ચડેલો કર્મચારી અચાનક નીચે પટકાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ આજે સવારે સાણંદ-સરખેજ રોડ પર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોર્પોરેશનનો કર્મચારી ઉપરના માળેથી નીચે પટકાયો હતો. આ અંગેની જાણ થતા કોર્પોરેશનના કર્મચારી પણ હોસ્પિટલ દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સરખેજ- સાણંદ રોડ પર આવેલા જૂના રેલવે ફાટક પાસે સવારે કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે રાજકોટ ઓટો નામની દુકાન અને તેની પાસે આવેલી પાઇપની દુકાનના ઉપરના ભાગનું દબાણ હટાવવા માટેની કામગીરી દરમિયાન કોર્પોરેશનનો કર્મચારી નીચે પટકાયો હતો. 25 વર્ષીય યુવક નીચે પટકાતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.