• Gujarati News
  • National
  • See What Is Found In Minute Made Guava Juice,ગ્રાહકે મોલમાંથી લીધું ફેમસ બ્રાન્ડનું ફ્રૂટ જ્યુસ, અંદરથી નીકળ્યો કાળા રંગનો

ગ્રાહકે મોલમાંથી લીધું ફેમસ બ્રાન્ડનું ફ્રૂટ જ્યુસ, અંદરથી નીકળ્યો કાળા રંગનો હાનિકારક પદાર્થ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમે પણ મૉલમાં મળતા ફ્રુટ જ્યુસ ખરીદતા જ હશો..પરંતુ આ વીડિયો જોયા બાદ તમે પેક્ડ ફ્રુટ જ્યુસ ખરીદતા પહેલા વિચાર જરૂર કરશો..આ વીડિયો બે મહિના પહેલાનો છે. જેમાં એક ગ્રાહક મૉલમાંથી ‘મિનટ મેડ ગ્વાવા જ્યુસ’ (minute maid guava juice) ખરીદે છે, પરંતુ શંકા જતાં તે શૉપકીપર પાસે ખોલાવડાવે છે, અને તેમાંથી નીકળે છે કોઈ કાળા રંગનો પદાર્થ, જે જ્યુસ પડતર અને અનહેલ્ધી હોવાની સાબિતી છે. આ જ્યુસ માણસના શરીર માટે નુક્સાનકારક છે, અને ક્યારેક તો આપણે આપણા બાળકોને પણ આ જ્યુસ પીવડાવીએ છીએ. તેને પીવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે, ગ્રાહક શૉપકીપરને બ્રાન્ડ વિરૂદ્ધ ફરિયાદ કરવાનું જણાવી રહ્યો છે, વીડિયોમાં બે વ્યક્તિ સાઉથ ઈન્ડિયન લેંગ્વેજમાં વાત કરી રહ્યા છે, જેથી આ વીડિયો સાઉથના કોઈ મોલનો હોવાની શક્યતા છે. જોકે આ વીડિયોની પુષ્ટી દિવ્યભાસ્કરડોટકોમ કરતું નથી. પરંતુ મૉલમાંથી આવા પેક્ડ જ્યુસ ખરીદતા પહેલા તેની એક્સપાઈરી ડેટ અને ગુણવત્તાની ખાતરી કરવી જરૂરી છે.

 

સિંગાપોરના નાઇટ ક્લબમાં પ્રિયંકા-નિકનો કોર્નર રોમાન્સ, વાયરલ થયો વીડિયો