• Home
  • Dvb
  • Dbv
  • સલમાનના બર્થડે પર ફોટોગ્રાફર્સ સાથે બેહુદુ વર્તન, આખી રાત ઠંડીમાં ધ્રુજાવી સવારે 5 વાગ્યે ખાવા આપી પાર્ટીની વધેલી બિરિયાની,Salman khan misbehaviour with media photographers in panvel farmhouse

સલમાન બર્થડે / સલમાનના બર્થડે પર ફોટોગ્રાફર્સ સાથે બેહુદુ વર્તન, આખી રાત ઠંડીમાં ધ્રુજાવી સવારે 5 વાગ્યે ખાવા આપી પાર્ટીની વધેલી બિરિયાની

સલમાનના બર્થડે પર ફોટોગ્રાફર્સ સાથે બેહુદુ વર્તન, આખી રાત ઠંડીમાં ધ્રુજાવી સવારે 5 વાગ્યે ખાવા આપી પાર્ટીની વધેલી બિરિયાની,Salman khan misbehaviour with media photographers in panvel farmhouse

divyabhaskar.com

Dec 29, 2018, 01:16 PM IST

આમ તો સલમાન ખાન બિઈંગ હ્યુમનના બ્રાન્ડ એમ્બેસેડર છે, પરંતુ ક્યારેક તેમનો અલગ ચહેરો બહાર આવ્યા કરે છે. હાલમાં જ તેનો નવો અવતાર તેના 53મા જન્મદિવસની પાર્ટી દરમિયાન જોવા મળ્યો. ગુરૂવારે ફોટોગ્રાફર્સની ટીમ તેના પનવેલ સ્થિત ફાર્મહાઉસે તેના જન્મદિવસના ફોટો ક્લિક કરવાની રાહ જોઇને બેઠા હતા. મોડી રાત થઈ ચૂકી હતી, છતાં સલમાન એક પણ ફોટો આપવા બહાર ન આવ્યો. પનવેલમાં ઠંડીનું જોર વધુ હતુ એવામાં ફોટોગ્રાફર્સ પોતાની વેનિટીમાંથી ફાર્મહાઉસના ગેટ સુધી આવજા કરી રહ્યા હતા. વેનિટિમાં આવનજાવનને કારણે એવી અફવા ઉડી કે ફોટોગ્રાફર્સ ઠંડી દૂર કરવા ડ્રીંક્સ લઈ રહ્યા છે. આ વાત સલમાનના કાને પહોંચતા જ સલમાનના બોડીગાર્ડ્સ બહાર આવ્યા અને ફોટોગ્રાફર્સને જબરદસ્તીથી ત્યાંથી ભગાડવામાં આવ્યા અને જંગલ તરફ મોકલી દેવાયા. જેના કારણે ફોટોગ્રાફર્સ અને બૉડીગાર્ડ્સ વચ્ચે તણાવ વધ્યો. ફાઇનલી રાત્રે 2 વાગ્યે સુલેહ થઈ અને સલમાને મીડિયા કર્મીઓ સાથે કેક કટીંગ કરી. અને સવારે 5 વાગ્યે ફોટોગ્રાફર્સ માટે પાર્ટીની વધેલી બિરિયાની આવી.

ઉંચા પહાડ પર યુવતીએ પહેલા ટીશર્ટ ઉતાર્યું અને હસતા હસતા નીચે પાણીમાં કુદી ગઈ, બાજુમાં ઉભેલો શખ્સ કરતો રહ્યો મોબાઇલમાં રેકોર્ડિંગ

X
સલમાનના બર્થડે પર ફોટોગ્રાફર્સ સાથે બેહુદુ વર્તન, આખી રાત ઠંડીમાં ધ્રુજાવી સવારે 5 વાગ્યે ખાવા આપી પાર્ટીની વધેલી બિરિયાની,Salman khan misbehaviour with media photographers in panvel farmhouse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી