તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે રોકા કર્યો, જુઓ ઘરનો વીડિયો,Priyanka Chopra’s Roka Ceremony

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે રોકા કર્યો, જુઓ ઘરનો વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબા સમયથી ચર્ચામાં રહેલા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પોતાના સંબંધોને આગળ વધારવા જઈ રહ્યાં છે. શુક્રવારે અમુક પરિવારજનો અને મિત્રોની હાજરીમાં પ્રિયંકાના ઘરે વિશેષ પૂજા અને રોકા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નિક જોનાસના માતા-પિતા પહેલા જ ભારત પહોંચી ચૂક્યા છે. નિક અને પ્રિયંકાની રોકા-સગાઈની તમામ વિધિઓ હિંદૂ પરંપરા અનુસાર જ કરવામાં આવી હતી. પ્રિયંકાની સગાઈની જાણ થતા જ લખનઉમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેલી પરિણીતી ચોપરાએ મેકર્સ પાસેથી એક દિવસનો બ્રેક માંગ્યો અને સીધી મુંબઈ પહોંચી ગઈ હતી. પ્રિયંકા અને નિક રોકા સેરેમની દરમિયાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.