એકબાજુ માથા પરથી પસાર થઈ રહી હતી સુપરફાસ્ટ ટ્રેન અને બીજીબાજુ મિત્રએ પકડી રાખ્યો તેનો હાથ, ચાલતી ટ્રેનમાં ચડવાની ભૂલ કરી અને દેખાયું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈથી થોડે દુર આવેલાં ખાપોલી રેલ્વે સ્ટેશન પર એક હચમચાવી નાંખે તેવો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોામાં એક યુવક પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ રહ્યો છે અને તેના એક મિત્રએ તેનો હાથ પકડી રાખ્યો છે. યુવકની ઉપરથી સુપરફાસ્ટ સ્પીડથી ટ્રેન પસાર થઈ રહી છે. ટ્રેન નીચે ફસાયેલો મિત્ર બીજા મિત્રને તેનો હાથ ન છેડવા માટે વારંવાર કહી રહ્યો છે. ટ્રેન પસાર થઈ ગયા બાદ અમિત નામનાં યુવકને પ્લેટફોર્મ પર ખેંચી લેવાયો હતો.