ફેક્ટરીમાં રાખેલી લિક્વિડ ચોકલેટ લીક થતાં રસ્તા પર વહેવા લાગી ચોકલેટ નદી, ચોકો પેનકેક જેવો નજારો જોઇને લોકો પણ દંગ રહી ગયા

German town was flooded with chocolate

Divyabhaskar.com

Dec 15, 2018, 01:09 PM IST

વીડિયો ડેસ્ક: જર્મનીમાં એક ચોકલેટ ફેક્ટરીમાં લિક્વિડ ચોકલેટ લીક થતાં રસ્તા પર વહેવા લાગી. ફેક્ટરીમાં રખાયેલી ચોકલેટ ટેન્ક ઓવરફ્લો થતાં છેક ફેક્ટરીની બહારના રસ્તા પર ચોકલેટ વહેવા લાગી અને દૂર-દૂર સુધી ફેલાઇ ગઇ. થોડી વારમાં તે ચોકલેટ જામીને કઠણ થઇ ગઇ. લોકો રસ્તા પર આ ચોકો પેનકેક જેવો નજારો જોઇને દંગ રહી ગયા. વાહનવ્યવહાર પણ સંપૂર્ણપણે ઠપ થઇ ગયો હતો. બે કલાક સુધી રસ્તો બંધ રહ્યા બાદ તેને સંપૂર્ણપણે સાફ કરાવાયો. જામી ગયેલા ચોકલેટના પડને ઓગાળવા આગ અને ગરમ પાણીનો સહારો લેવો પડ્યો અને તે ચોકલેટ કચરામાં ફેંકી દેવાઇ.

આ વીડિયો પણ ના ચૂકતા:

કુદરતની મહેરબાની! એક સાથે બે બોરમાં પાણી આવ્યું, પ્રેસર એવું કે ચાલતી રિંગ દબાઈ ગઈ

ખેડૂતની ગજબની કોઠાસૂઝ, પિયત સાથે ખાતરનો શોધ્યો જુગાડ, ધોરિયામાં મૂકી ઓટોમેટિક ઓરણી

નીતા-મુકેશ અંબાણીએ પોતાની લાડલી સોંપતા જ આનંદે ચૂમી લીધો ઈશાનો હાથ

ઈશા અંબાણીના કન્યાદાન સમયે ભાવુક હતા મુકેશ-નીતા, અમિતાભ બચ્ચને વાંચ્યો ઈમોશનલ મેસેજ

X
German town was flooded with chocolate

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી