• Home
  • Dvb
  • Dbv
  • woman sarpanch from village of nasik mohini jadav mortgaged her jewellery to pay 3 months salary on diwali

ગ્રામ પંચાયત પાસે સ્ટાફનો પગાર કરવાના પણ નહોતા રૂપિયા, મહિલા સરપંચે તેમની દિવાળી ના બગડે તે માટે મંગળસૂત્ર સહિતના કિંમતી દાગીના મૂક્યા ગીરવે

woman sarpanch from village of nasik mohini jadav mortgaged her jewellery to pay 3 months salary on diwali

Divyabhaskar.com

Nov 13, 2018, 12:30 PM IST
મહારાષ્ટ્રના નાસિકની એકલહરે પંચાયતમાં કામ કરતા 6 કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહોતો મળ્યો. તેથી ગામના મહિલા સરપંચ મોહિની જાધવે પોતાના ઘરેણાં ગીરવે મૂકીને 1.75 લાખ રૂપિયા ભેગા કર્યા અને તમામ કર્મચારીઓનો બાકી પગાર ચૂકવી દીધો. સાથે જ દરેક કર્મચારીને બોનસ પણ આપ્યું. સરપંચે જણાવ્યું કે પંચાયતની તિજોરી ખાલી થઇ ગઇ હતી. પંચાયતના સફાઇકર્મી, સિનિયર ક્લાર્ક અને પાણી પુરવઠા વિભાગના કર્મચારી સહિત 6 લોકોનો પગાર અટકેલો હતો. દિવાળીનો તહેવાર પણ આવી ગયો હતો. કર્મચારીઓ તહેવાર સારી રીતે મનાવી શકે તે માટે સરપંચ મોહિનીએ ઘરેણાં ગીરવે મૂકીને તેમનો પગાર કર્યો. મોહિનીનું કહેવું હતું કે પંચાયતના કર્મચારી તહેવારમાં ખુશ રહેશે તો ગામમાં કોઇ તકલીફ નહીં હોય. સરપંચની આ દરિયાદિલીની ગામના લોકો પ્રશંસા કરી રહ્યા છે.

પગાર અને બોનસ મળવાથી સ્ટાફના પરિવારમાં પણ ખુશીનો માહોલ

સચિન પવલે નામના એક કર્મચારીએ કહ્યું કે પગાર અને બોનસ મળવાથી જ તેના ઘરે દિવાળી મનાવાઇ શકી. પરિવારમાં પણ ખુશીનો માહોલ રહ્યો. એકલહરે ગ્રામ પંચાયતમાં 9,376 લોકો રહે છે. ગ્રામીણોને પૂરતી સુવિધા મળી શકે તે માટે પંચાયતે એક વર્ષ અગાઉ હેલ્પલાઇન શરૂ કરી હતી. નાસિકમાં આવી હેલ્પલાઇન શરૂ કરનારી આ પહેલી ગ્રામ પંચાયત છે.

X
woman sarpanch from village of nasik mohini jadav mortgaged her jewellery to pay 3 months salary on diwali

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી