• Home
  • Dvb
  • Dbv
  • Viral video of bhikharam become sadhvi maya|જળસમાધિ લેવા જતાં જ યુવક બની ગયો યુવતી,

કળયુગમાં થયો ચમત્કાર! જળસમાધિ લેવા જતાં જ યુવક બની ગયો યુવતી, માતાજી ગણીને હવે પૂજવા લાગી પબ્લિક

Viral video of bhikharam become sadhvi maya|જળસમાધિ લેવા જતાં જ યુવક બની ગયો યુવતી,

Divyabhaskar.co.in

Sep 22, 2018, 04:26 PM IST

રાજસ્થાનના પાલીમાં એક અજીબ જ ઘટના સામે આવી છે અને જેણે પણ આ ઘટના વિશે સાંભળ્યું છે તે લોકો પણ પોતાનું માથું ખંજવાળવા લાગ્યા છે. 20 વર્ષના ભીખારામ નામના યુવકે અચાનક જ ધારણ કરી લીધું મહિલાનું રૂપ અને બની ગયો ભીખારામમાંથી બની ગયો સાધ્વી માયા. પાલીના રાજપુર ગામમાં બનેલી આ ઘટના જોતજોતામાં જ દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ, માત્ર લોકો જ નહીં મેડિકલ સાયન્સના અભ્યાસુ લોકો પણ આ હેરતઅંગેજ ઘટના વિશે સાંભળીને નવાઈ પામ્યા હતા. શું એ શક્ય છે ખરું કે એક વ્યક્તિ જળસમાધિ લેવા માટે પાણીમાં કૂદે અને તેની શરીરરચના જ બદલાઈ જાય? વાત છે ભીખારામ નામના આ યુવાનની, જેનો દાવો છે કે તેની સાથે આવું જ થયું છે. હવે છોકરી બનતાં જ ભીખારામ પોતાને સાધ્વી માયા તરીકે ઓળખાવે છે. આ ચોંકાવી દેનાર ઘટનાથી આજુબાજુના લોકો તો તેની પૂજા પણ કરવા લાગ્યા છે. સવાલો પેદા થાય છે કે શું એ શક્ય છે ખરું કે કોઈની જાતિ પરિવર્તન થઈ જાય એ પણ કોઈ જ સર્જરી વિના? ભીખારામના દાવાને જો સાચો માનીએ તો તેની આ શરીરરચના પણ જળસમાધિ લીધા બાદ જ બદલાઈ છે. ગામની કેટલીક મહિલાઓ દ્વારા તેની તપાસ કરવામાં આવતાં બહાર આવ્યું છે કે તેના પ્રાઈવેટ પાર્ટ પણ યુવતી જેવા જ છે. આ તરફ તેના દર્શન કરવા માટે લોકોના ધાડેધાડા ઊમટી રહ્યા છે. તેણે બનાવેલ શિવલિંગ અને અન્ય વસ્તુઓ પણ હજુ યથાવત જ છે. ભલે આખું ગામ તેની પૂજા કરવા લાગ્યું હોય પણ મેડિકલ સાયન્સ આજે પણ આ ઘટનાને સત્ય માનતું નથી. ડૉક્ટર્સ સ્પષ્ટપણે કહે છે કે આવું ક્યારેય શક્ય ના જ થાય કે કોઈ યુવક કૂવામાં કૂદકો મારે અને તે યુવતી બની જાય. જો કે અંધવિશ્વાસની જડ આ દેશમાં એટલી મજબૂત છે કે લોકો ડૉક્ટર કે મેડિકલ સાયન્સ કરતાં વધુ વિશ્વાસ વાયકાઓ અને મનઘડત વાર્તાઓ પર વિશ્વાસ કરીને ભીખારામમાંથી સાધ્વી માયા બનેલ યુવતીની પૂજા કરવા લાગ્યા છે.

પિતાની લાશ પાસે રડતા 7 વર્ષના પુત્રનો વાઈરલ થયો ફોટો, એક હાથે પપ્પાનું માથું પંપાળતો રહ્યો ને બીજાથી લૂછયાં પોતાનાં આંસુ

X
Viral video of bhikharam become sadhvi maya|જળસમાધિ લેવા જતાં જ યુવક બની ગયો યુવતી,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી