તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૈનાચાર્યના અંતિમ સંસ્કાર માટે લાગી કરોડોની બોલી, ભક્તે મુખાગ્નિ આપવા માટે બોલ્યા 1.94 કરોડ રૂપિયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ખાતે આવેલી સાલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી દાખલ કરાયેલા સંત રૂપમુનિજી મહારાજનું નિધન થયું હતું. સારવાર  દરમિયાન રૂપમુનિજી મહારાજે મોડી રાતે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. બાદમાં તેમના પાર્થિવદેહને રાજસ્થાનના પાલીમાં આવેલા જૈતારણમાં લઈ જવાયો હતો. ત્યાં જૈન સંત રૂપમુનિના અંતિમ સંસ્કાર દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો એકઠા થઈને ભીની આંખે વિદાય આપી. સૌથી હતી. જૈન સમુદાયમાં તેમના સંતની અંતિમ વિદાય મોટો પ્રસંગ ગણાય છે.અંતિમ સંસ્કાર દરમિયાન સંતના પાર્થિવ શરીરને કાંધ આપવાથી લઈને મુખાગ્નિ સુધી માટે ભક્તોએ કરોડોની બોલી લગાવી. આ દરમિયાન અંદાજે 8 કરોડ રૂપિયાની બોલી લાગી. એક ભક્તે સૌથી  વધારે 1.94 કરોડ રૂપિયાની બોલી લગાવી સંતને મુખાગ્નિ આપી હતી.

 

'દેશના જવાનોની દિલધડક બહાદુરીના વાઈરલ વીડિયોઝ'

કેરળમાં જવાને જીવ જોખમમાં મૂકીને બચાવ્યો 2 વર્ષના બાળકનો જીવ

 

પાણીમાં ડૂબતા બ્રિજ પર બાળકને છાતી પર વળગાડી દોડ્યો જવાન, વીડિયો જોઈને લોકોએ આપી શાબાશી