તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sultan Garh Waterfalls 11 People Drowned| અચાનક જ ધોધમાં આવ્યું ધસમસતું પાણી ને ખેંચી ગયું 11 લોકોને

સેલ્ફીના ચક્કરમાં ભૂલી ગયા પાણીની તાકાત, અચાનક જ ધોધમાં આવ્યું ધસમસતું પાણી ને ખેંચી ગયું 11 લોકોને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશના શિવપુરીમાં પંદરમી ઓગસ્ટના રોજ એક ભયાનક દુર્ઘટના સર્જાઇ હતી. બુધવારના રોજ રજાનો માહોલ હોવાથી સુલ્તાનગઢ ધોધ પાસે સહેલાણીઓનાં ધાડે ધાડે ઊમટી પડ્યાં હતાં. એક સમયે માત્ર થોડું કે પાણી હોવાથી ત્યાં અંદર જઈને લોકો સેલ્ફી પણ લેવા લાગ્યા હતા. જો કે માત્ર સાત જ મિનિટમાં ત્યાં પાણીનું સ્તર વધવા લાગ્યું હતું અને લોકોને બહાર નીકળવાનો પણ મોકો નહોતો આપ્યો. પાણીનો પ્રવાહ બાદમાં એટલો બધો તેજ બન્યો હતો કે ત્યાંથી જ 11 લોકોને ખેંચી ગયો હતો. તો સાથે જ આ જળસ્તર વધવાથી 45 જેટલા લોકો પણ ફસાયા હતા.અનેક બચાવની ટીમો રાજ્ય સરકાર દ્વારા કામે લગાડાઈ હતી. મધરાત્રે પણ આ બચાવ કામીગીરી ચાલુ રાખીને 45 લોકોને સલામત રીતે બહાર નીકળાયા હતા તો બાદમાં તણાઈ ગયેલા લોકો પૈકી કુલ ચાર મૃતદેહો પણ શોધી શક્યા હતા.

 

મહિલાના માથા પર ફરી વળ્યું’તું ટેન્કરનું ટાયર, હેલ્મેટ પહેરવાથી થતા બચાવનો જીવતોજાગતો પુરાવો